અયોધ્યામાં આ વખતે દિવાળી બહુ ખાસ થવા જઈ રહી છે.ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વખતે અયોધ્યામા દિવાલીને વધું ખાસ બનાવવા માટે એક સ્પેશિયલ તૈયારી કરી રાખી છે.યોગી સરકારે આ વખતની દિવાળીને લઈને અયોધ્યામાં એરિયલ ડ્રોન શોની યોજના બનાવી છે. યોગી સરકાર તેના માટે 500 ડ્રોનની મદદ લેશે.
યોગી સરકારે તેના માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. આ વખતે દિવાળીને લઈને અયોધ્યામાં 10-12 મીનિટનો હવાઈ શો થશે. કહેવાય છે કે, ટોક્યો ઓલંપિકમાં ડ્રોન્સ દ્વારા જે રીતે ભવ્ય લાઈટીંગ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેવો કંઈક નજારો આ વખતે દિવાળીમાં અયોધ્યામાં જોવા મળશે.આપને જણાવી દઈએ કે, ટોક્યો ઓલંપિકમાં 1824 ડ્રોન દ્વારા જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
યુપીની યોગી સરકાર ઈચ્છે છે કે, ભગવાન રામના અયોધ્યા પાછા આવવાની સ્ટોરી એનિમેશન અને સ્ટિમ્યુલેશન દ્વારા લોકોને બતાવામાં આવે.તેના માટે ડ્રોન દ્વારા આકાશમાં ભગવાન રામની કહાની બતાવામાં આવશે.રાજ્ય સરકારના પ્રસ્તાવમાં કહેવાયુ છે કે, ડ્રોન એજન્સી નવી ટેકનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે શો દેખાડશે.
પહેલાથી LED પ્રાપ્ત ક્વાડકોપ્ટર્સ અથવા મલ્ટીરોટર્સનોઉપયોગ કરવામાં આવે, જે 400 મીટર ઉંચાઈ સુધી અને 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉડાન ભરી શકસે.તેમાં ડ્રોનની ઝડપની ગણતરી ઓછામાં ઓછા અંતરમાં વિઝ્યુલન્સની યોગ્ય તથા પ્રભાવ મોર્ફિંગ માટે થશે. તેની લેંડીંગ અને ટેક ઓફ માટે બેરીકેડ્સ લગાવામાં આવશે.
યોગી સરકારનો પ્લાન છે કે, આ વખતે રામની પૈકીના ભવનો પર એરિયલ ડ્રોન દ્વારા 3 ડી હોલોગ્રાફિક શો,લેઝર શો અને 3ડી પ્રોજેક્શન મેપિંગ પણ હોય.આ વખતે દિવાળીમાં એરિયલ ડ્રોન સહિત કુલ 35 મીનિટનો કાર્યક્રમ કરવાની યોજના છે.તેમાં 8 મીનિટનું 3 ડી હોલોગ્રાફિક શો તથા 10 મીનિટ સુધી 3 ડી પ્રોજેક્શન મેપિંગ શો કરવાની યોજના છે.આ તમામ આયોજન માટે પહેલાથી જ ટ્રાયલ કરવામાં આવી રહી છે.