લખનૌ,તા.૨૦
રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની જેમ અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે પણ એક ટ્રસ્ટ બનાવવામાં આવશે.
સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પાંચ એકર જમીન અપાવાની છે. આ જમીન પર મસ્જિદ બનાવવા માટે ઈન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન નામનુ ટ્રસ્ટ બનાવવામાં આવશે. આ ટ્રસ્ટ દ્વારા મસ્જિદ બનાવાશે.જોકે ૨૪ ફેબ્રુઆરીએ સુન્ની વકફ બોર્ડની બેઠકમાં ટ્રસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે મસ્જિદ મામલામાં મધ્યસ્થા કરનારા તેમજ સુન્ની વકફ બોર્ડના સભ્યોને તેમાં સ્થાન અપાશે.ટ્રસ્ટમાં કુલ સાત સભ્યો હશે. સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ આ જ ટ્રસ્ટના અધ્યક્ષ હશે.
ટ્રસ્ટનુ કામ સરકાર દ્વારા મળનારી જમીન પર મસ્જિદની સાથે સાથે શૈક્ષણિક ઈન્સ્ટિટયુટ, લાઈબ્રેરી બનાવવાનુ પણ હશે.
યુપી સરકારે અયોધ્યા નજીકના ધન્નીપુર ગામમાં સુન્ની વકફ બોર્ડને જમીન આપવાનુ એલાન કરી દીધુ છે.
અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે રામ મંદિરની જેમ જ ટ્રસ્ટ બનાવાશે
Leave a Comment