દેશમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે એક બાદ એક કાર્યક્રમો રદ થઈ રહ્યા છે તેમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિમાં રામનવમી તા.2 એપ્રિલના દિવસે યોજાનાર ભવ્ય મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.
અયોધ્યા કેસના ચૂકાદા બાદ અહી રામનવમીના દિવસે એક ખાસ મહત્વનો કાર્યક્રમ યોજાવાનો હતો અને સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રામલલાના દર્શને આવે તેવી યોજના હતી તથા રામજન્મભૂમિના નવા મંદિર માટેની પુજનવિધિ પણ થવાની હતી. પરંતુ કોરોનાની સ્થિતિ જોતા હવે આ કાર્યક્રમ રદ કરાયો છે અને અગાઉ જ અયોધ્યામાં મંદિરમાં દર્શનની સંખ્યા પણ મર્યાદીત કરાઈ છે તથા હવે બંધ કરાઈ તેવી તૈયારી છે.
અયોધ્યામાં રામમંદિરના તમામ આયોજનો રદ

Leave a Comment