રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા જોર શોરથી રાહ જોઈ રહ્યું છે ત્યારે પીએમ મોદી સવારે 11.30 વાગે અયોધ્યા પહોંચવાના છે.ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે.ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે.અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે.રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે.
રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે.સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે.આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.

