દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વીટર હેન્ડલ દ્વારા ફોલો કરવામાં આવેલા એડલ્ટ એકાઉન્ટના સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયામાં તો જાણે ધમાલ મચી ગઈ, #TharkiKejriwal એટલું બધું ટ્રેન્ડ થયું કે જે લોકો આ બાબતે નહોતા જાણતા તેમને પણ આ “ફોલો-ફોલો ગેમ” ની જાણ થઇ ગઈ,તેવામાં હવે તથાકથિત પોર્નસ્ટારે અરવિંદ કેજરીવાલને ટેગ કરીને ટ્વીટ કરતા સોશિયલ મીડિયામાં ધમાસાણ મચી ગયું.
વાસ્તવમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથાકથિત પોર્નસ્ટારને ટ્વીટર પર ફોલો કરતા હોવાના દાવા અંગે એક ન્યૂઝ પોર્ટલએ પ્રકાશિત કર્યો હતો ત્યારબાદ ભારે હલચલ મચી જવા પામી હતી.જેમાં આ દાવા બાદ યુઝર્સે આપેલી પ્રીતીક્રિયાઓ અમે ટાંકી હતી,તેવામાં તેવામાં હવે તથાકથિત પોર્નસ્ટારે અરવિંદ કેજરીવાલને ટેગ કરીને ટ્વીટ કરતા આગમાં ઘી હોમવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.અરવિંદ કેજરીવાલ દ્વારા ફોલો કરવામાં આવેલા એકાઉન્ટે તેમને ટેગ કરીને ટ્વિટ કર્યું છે કે, “@ArvindKejriwal તમને મારા ઓન્લી ફેન પર જોઈને અદ્ભુત લાગી રહ્યું છે,તમારી સાથે પછીથી ચેટ કરીશ. (ચુંબન આપતી ઈમોજી)
AAP સુપ્રીમો પોર્ન સ્ટારને ફોલો કરતા હોવાનો દાવો
બુધવાર 12 ઓક્ટોબર 2022ના રોજ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત રીતે @Esmee4Keeps નામના એડલ્ટ કન્ટેન્ટ એકાઉન્ટને ફોલો કરતા જોવા મળ્યા હતા.અશ્લીલ સામગ્રી પોસ્ટ કરનારા એકાઉન્ટને ફોલો કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સે AAP સુપ્રીમો પર મીમ્સ અને મસાલેદાર વાતો ટ્વીટ કરીને તેમની ખુબ મજાક ઉડાવી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સના જણાવ્યા મુજબ, અરવિંદ કેજરીવાલે @Esmee4Keeps નામના ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યું છે,જેનું ડિસ્પ્લે પિક્ચર એક મહિલાને સ્કિમ્પી કપડા પહેરેલી બતાવે છે.સોશિયલ મીડિયા યુઝર્સે તેમના દાવાને સમર્થન આપવા માટે ફોટા અને વીડિયો શેર કર્યા છે કે કેજરીવાલ ખરેખર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ એકાઉન્ટને ફોલો કરે છે અને તેમની ઑનલાઇન હરકતો માટે દિલ્હીના સીએમને ઘેરવા માટે મજાક ઉડાવતા મીમ્સ શેર કર્યા છે.તથાકથિત એડલ્ટ એકાઉન્ટમાં 130.6K કરતાં વધુ ફોલોઅર્સ છે અને તે 8 ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે.
https://twitter.com/PriyaRathore198/status/1580073488517562368?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580073488517562368%7Ctwgr%5Ea52dbadc7c762cafd1a695bd771227e8246a9da7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FPriyaRathore1982Fstatus2F1580073488517562368widget%3DTweet
સોશિયલ મીડિયામાં થયેલા હોબાળાને પગલે મીડિયાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે અરવિંદ કેજરીવાલ @Esmee4Keepsને ફોલો કરી રહ્યાં છે કે નહીં. જો કે, કેજરીવાલની યાદીમાં ઉપરોક્ત હેન્ડલ સાથે આવું કોઈ એકાઉન્ટ દેખાતું નથી.વધુમાં, એવી પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ છે જે દાવો કરે છે કે એકાઉન્ટ સંભવતઃ નકલી છે અને તેનો ઉપયોગ પહેલા નાદાન હરકતો કરતા બાળકોના ફોટા પોસ્ટ કરવા માટે કરવામાં આવતો હતો.જો કે, જો એકાઉન્ટ નકલી છે અથવા ખરેખર એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ શકી નથી.