અરૃંધતી રોય કાલ્પનિક દુનિયામાં જીવે છે : ગરીબી, આરોગ્ય, રાજનીતિને લઇને અરૃંધતીના લેખથી લોકોમાં આક્રોશ : અરૃંધતી રોયના લેખો ટાઈમપાસ જેવા
નવી દિલ્હી, તા. ૪ : કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. હજુ સુધી આ વાયરસના કારણે ૧૧ લાખથી વધુ લોકો સકંજામાં આવી ચુક્યા છે.કોરોનાથી ૬૦ હજાર જેટલા લોકોએ દમ તોડી દીધો છે. ભારતમાં પણ ૩૦૦૦ જેટલા લોકો સકંજામાં આવી ચુક્યા છે.૮૬ લોકોના મોત થઇ ચુક્યા છે.દરમિયાન હમેશા ચર્ચામાં રહેતી લેખિકા અરુંધતી રોયે કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત થયા બાદથી હજુ સુધી જુદા જુદા ઘટનાક્રમને લઇને અનેક લેખ લખ્યા છે.રાજનીતિથી લઇને ગરીબી,આરોગ્યને લઇને અનેક લેખ લખ્યા છે.તેના ઉપર લોકોની પ્રતિક્રિયા પણ આવતી રહી છે.મોટાભાગના લોકો અરુંધતી રોયની ટિકા કરતા રહ્યા છે.એક સમય એવો આવ્યો છે જ્યારે ટ્વિટર પર તેની વ્યાપક ટિકા થઇ રહી છે.એક શખ્સે લખ્યું છે કે,અરુંધતિ રોય માટે લેખ લખવાની બાબત ટાઇમપાસ કરવા સમાન બાબત છે.આ લોકડાઉનના ગાળામાં તે ઘેર બેઠા બેઠા એક નવી કલ્પના કરે છે.તે પોતે એક અલગ દુનિયામાં રહે છે.કાલ્પનિક સ્ટોરી લખ્યા કરે છે.જો કોઇ દેશના વડાપ્રધાન રહ્યા હોત તો તે દેશની દુર્દશા થઇ હોત તેવી વાત કરવામાં આવી છે. અરુંધતિ રોયે એક લેખમાં લખ્યું છે કે, દરેક મહામારી બાદ દુનિયા જુના સમયને ભુલીને એક નવી દુનિયા રચે છે.આ વખતે પણ આવું જ થશે. અરુંધતી રોયનું કહેવું છે કે,હાલમાં મહામારીનો સમય ચાલી રહ્યો છે.બીજી બાજુ લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે,અરુંધતી રોય આઈએસએસના એજન્ટ તરીકે કામ કરી રહી છે.મોટાભાગના લોકો તેના નિવેદનને લઇને ભારેલાલઘૂમ પણ દેખાઈ રહ્યાછે.મોટાભાગના લોકો અરુંધતી રોયને ઠપકો પણ આપી રહ્યા છે.