નવી દિલ્હી : ભાજપના આખા બોલા સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ વધુ બે ટવીટથી મોદી સરકારની કામગીરી સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે અને સાથોસાથ અન્ય સાંસદોને પણ બોલવા માટે જણાવતા મૂક પ્રેક્ષક બનીને સાંસદો તેની ફરજ બજાવી શકે નહી. પ્રશ્ન પૂછવાનો તેનો અધિકાર છે.મંત્રીઓ સંસદને જવાબદાર છે.
આ જ્ઞાન માટે બંધારણની કલમ 75(3) વાંચી લેવી જોઈએ. ડો. સ્વામીએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે 2016થી દેશનું અર્થતંત્ર ભાંગી પડયું છે પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.ચીને 1993માં લદાખમાં જે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર રહેવા માટે સંમતી આપી હતી પણ તેને વધુ જમીન કબ્જે કરી છે.તેને જવાબદારી લેવા કોણ તૈયાર છે અને કોરોનાના બીજા વેરીએન્ટને રોકવામાં નિષ્ફળતા માટે કોણ જવાબદારી લેશે! શ્રી સ્વામીએ અગાઉ સીધુ વડાપ્રધાનને નીશાન તાકતા કહ્યું હતું કે સરકારે કોરોના સંક્રમણની જવાબદારી નીતીન ગડકરીને સોપી દેવી જોઈએ.ખાસ કરી તેઓએ વડાપ્રધાન નિષ્ફળ ગયા હોવાનો આરોપ મુકયો હતો.

