દેશના અર્થતંત્રની આડે અનેક અવરોધો સર્જાઈ રહ્યા છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની આવકમાં સતત ઘટાડો ચાલુ રહેતા રિકવરીને માઠી અસર પહોંચી રહી છે અને હવે જીએસટી કલેક્શનમાં પણ મોટા ગાબડા પડી રહ્યા છે.જુલાઈમાં જીએસટી કલેક્શન ટોટલ રૂપિયા 87422 કરોડ જેટલું થયું છે અને જૂન માસ કરતા તેમાં ભયંકર ઘટાડો નોંધાયો છે.નાણામંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ 2019માં જુલાઈ માસમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.02 લાખ કરોડ જેટલું રહ્યું હતું.
આ ઉપરાંત અનેક રાજ્ય સરકારની હાલત પણ કફોડી થઇ છે જેમાં દિલ્હી ,ઉત્તરાખંડ,હરિયાણા તમિલનાડુ,મહારાષ્ટ્ર,જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળને સૌથી વધુ અસર પહોંચી છે અને કલેક્શનમાં ભારે ઘટાડો થયો છે.ચાલુ વર્ષના જૂન માસમાં જીએસટી નું કલેક્શન રૂપિયા 90917 કરોડ જેટલું રહ્યું હતું અને જુલાઈમાં ઘટી ગયું છે અને ટોટલ ઘટાડો રૂપિયા 3495 કરોડ જેટલો રહ્યો છે અને તે ખૂબ જ ચિંતાજનક બાબત છે કારણકે અર્થતંત્ર માં રિકવરીની પ્રક્રિયા ને અટકાવી દીધી છે અને આ ઘટાડાને લીધે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો ભારે તકલીફમાં મુકાઈ છે અને આગામી દિવસોમાં પણ એમના માટે મોટા પડકારો ઊભા થવાની આગાહી કરવામાં આવી છે.


