નવી દિલ્હી, તા.૩૦: ભારત સહીત આખું વિશ્વ કોરોનાની ઝપટમાં આવી ગયું છે. તકેદારીરૂપે લોકડાઉન અમલી બનાવતાં દેશભરમાં નાના- મોટાં ધંધા- રોજગાર બંધ થઈ ગયા છે.શ્રમજીવીઓની હાલત વધુ કફોડી થઈ છે.અર્થ શાસ્ત્રીઓ કોરોનાના કહેરને બીજા વિશ્વયુધ્ધ બાદની સમગ્ર વિશ્વ સામે આવી પડેલી સૌથી મોટી કટોેકટી તરીકે ગણાવી રહ્યાં છે.દેશ સામેની કટોકટી અને આથિક પડકારો સંદર્ભે એમ એસ યુનિર્વિસટીમાં પોલીટીકલ સાયન્સના પ્રોફેસર અમીત ધોળકીયા સાથે વાત કરી તેમના પ્રત્યાઘાત જાણ્યાં હતા.કોરોના મહામારીને કારણે આખું વિશ્વ બીજા વિશ્વયુદ્ઘ બાદની સૌથી મોટી કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયું છે.
આરોગ્ય ઉપરાંત પણ, જીવનનું કોઈ એવું પાસું નથી કે જેના પર આ મહામારીની અસર નહિ પડી હોય.આ મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર છિન્નભિન્ન થઇ ગયું છે.ઉત્પાદનનો દ્યટાડો, િઆથિક મંદી અને બેકારી તો આપણે સહન કરવી જ પડશે,પરંતુ સાથે છેલ્લા એક દાયકાથી ભારતમાં ગરીબોની સંખ્યામાં દ્યટાડો થવાનો જે સકારાત્મક પ્રવાહ દેખાયો હતો એમાં માત્ર રુકાવટ જ નહિ આવે પરંતુ નવા ગરીબ વર્ગનું સર્જન થશે.એટલે કે,નિમ્ન મધ્યમ વર્ગના દ્યણા લોકો હવે ગરીબ વર્ગમાં ધકેલાઈ જશે.શારીરિક દૂરી અને લોકડાઉનને કારણે શૈક્ષણિક ક્ષેત્રે દૂરગામી પરિણામો આવી રહ્યા છે.જે વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે તેમના માટે નોકરી શોધવાનો આ કપરો સમય છે.કોઈ કેમ્પસ પ્લેસમેન્ટ આ વર્ષે થાય તેવું દેખાતું નથી.કદાચ એકાદ વર્ષ બેકારી અને તેને કારણે ઉત્પન્ન થતી હતાશા યુવા વર્ગે અનુભવવી પડે.
આવનારા આખાં શૈક્ષણિક વર્ષની પ્રવૃતિઓ કોરોનાની અસરથી પ્રભાવિત થશે.શાળા અને કોલેજોમાં સૌથી વધુ પ્રમાણમાં વ્યકિતઓ ભેગા થતા હોવાને કારણે અને શૈક્ષણિક સંસ્થાઓ આટલો લાંબો સમય બંધ રહેવાને કારણે અભ્યાસક્રમથી માંડીને પરીક્ષા લેવાની પદ્ઘતિઓ બદલવી પડશે.જૂજ ખાનગી સંસ્થાઓને છોડીને,બાકીની મોટા ભાગની શાળાઓ અને યુનિર્વિસટીઓ પાસે ઓન-લાઈન શિક્ષણ કે ઓન-લાઈન પરીક્ષા લેવા માટે જરૂરી એવા સલામત સોફ્ટવેર અને યોગ્ય સોફ્ટ સામગ્રીનો ઔઅભાવ છે.વળી,નિમ્ન અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પાસે ઊંચી બેન્ડવિથ સાથેનું ઈન્ટરનેટ કોનેકશન અથવા સારું કોમ્પ્યુટર પણ નથી હોતું જેના વિના આ ઓન-લાઈન શિક્ષણ સંભવ નથી.આ વાસ્તવિકતાને કારણે શૈક્ષણિક ક્ષેત્રે અસમાનતા વધશે. વળી,શાખાઓ બંધ રહેવાને કારણે મધ્યાહન ભોજન યોજના દ્વારા જે ગરીબ બાળકો ને પોષણક્ષમ આહાર મળતો હતો તેના બંધ થવાથી આ બાળકોના શારીરિક વિકાસ પર અસર પડવાનો સંભવ છે.

