નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નોટબંધીને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે,નોટબંધીનું 2016નું આ પગલું એક માત્ર‘દુર્ભાગ્યપૂર્ણ સફળતા’ ભારતની અર્થવ્યવસ્થાનું ‘ડૂબવુ’ છે.રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટનો સ્ક્રીનશોટને ટેગ કર્યો,જેમાં ભારતીય રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટનો હવાલો આપીને કહ્યું કે 500 રુપિયાની નકલી નોટોમાં 100 ટકાનો અને 2000 રુપિયાની નકલી નોટોમાં 50 ટકાની વૃદ્ધિ થઈ છે.આ બંને ચલણી નોટ 500 અને 1000 રુપિયાની જૂની નોટ પર પ્રતિબંધ મૂક્યા પછી આવી હતી.
રાહુલ ગાંધીની સાથે સાથે તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓ બ્રાયને પણ રિઝર્વ બેંકના રિપોર્ટનો હવાલો આપીને એક ટ્વીટ કર્યું,જેમાં લખ્યું કે,‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમસ્કાર.નોટબંધી યાદ છે? તમે નોટબંધી પર શું વચન આપ્યું હતું,તમામ નકલી ચલણી નોટો ખત્મ થઈ જશે.અહીંયા આરબીઆઈની નવી રિપોર્ટ છે,જેમાં કહેવાયું છે કે નકલી નોટની સંખ્યા વધી ગઈ છે.’શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આરબીઆઈની રિપોર્ટને લઈને મોદી સરકારની નીતિ પર નિશાન તાક્યું છે.પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે,નોટબંધીના ફાયદા પૈકી એકને અનુભવી શકાય છે.

