રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી બુધવારે સવારે મુંબઈ પોલીસે તેમના ઘરે જઈને ધરપકડ કરી લીધી છે.તેમના પર 2018માં એક મા અને દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.આ મુદ્દો હાલ રાજનીતિમાં ગરમાઈ રહ્યો છે.રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ ધડાધડ કરીને એક પછી એક રાજકીય નેતાઓએ ટ્વિટ કરવાનું ચાલું કરી દીધું છે.પ્રકાશ જાવડેકરે,સ્મૃતિ ઈરાની,કંગના રનૌત,દેવેન્દ્ર ફડણવીસે સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યું છે.આ સંદર્ભે હવે ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ પાછળ રહ્યા નથી.
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે,મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ પોલીસને મોકલીને બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસીને અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે,તે નિંદનીય છે.મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીવાળા કાળા દિવસોની યાદ અપાવી છે,તાનાશાહીનું પાલન કરનાર કોંગ્રેસ તે જ છે જેમણે 1975માં કર્યું હતું.
બીજી બાજુ,અર્નબે આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની સાથે મારઝૂડ કરી છે.રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દર્શાવ્યા છે અને અર્નબ સાથે પોલીસની ઝપાઝપી પણ દેખાડવામાં આવી છે.એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અર્નબ અને રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસની કાર્યવાહી વિશે ઘણા સવાલ ઊભા કર્યા હતા.
અર્નબ પર શું આરોપ લાગ્યા છે?
2018માં 53 વર્ષના એક ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે સીઆઈડીની ટીમ તપાસ કરી રહી છે. કથિત રીતે અન્વય નાઈકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે આરોપીઓ (અર્નબ અને અન્ય બે)એ તેના રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી. તેથી તેમને આત્મહત્યા કરવી પડે છે.રિપબ્લિક ટીવીએ આ આરોપ નકારી દીધા છે.
રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દેખાડ્યા હતા, જેમાં અર્નબ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દેખાતી હતી. અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગીરીનો આરોપ લગાવતાં કહ્યું છે કે તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા છે. ત્યાર પછી અર્નબને મુંબઈ પોલીસ તેમની વાનમાં સાથે લઈ ગઈ હતી.

