By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અલગ રીતે વિચારવાની શક્તિ કેળવતી એક મસ્ત ગેમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અલગ રીતે વિચારવાની શક્તિ કેળવતી એક મસ્ત ગેમ
General

અલગ રીતે વિચારવાની શક્તિ કેળવતી એક મસ્ત ગેમ

HM News
Last updated: 16/04/2022 5:17 AM
HM News
3 years ago
Share
SHARE

તમને તોડફોડ કરવી ગમે? હાથમાં પેન કે પેન્સિલ હોય તો આડી અવળી લીટી દોરવી ગમે? હવે એ કહો કે તમે ‘આઉટ ઓફ ધ સર્કલ’ વિચારી શકો છો? આ વાક્યે અટક્યા? એક સરખી ઘરેડ કરતાં કંઈક જુદી રીતે વિચારવા માટે ‘થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ’ શબ્દપ્રયોગ તો સાંભળ્યો હતો, પણ ‘આઉટ ઓફ ધ સર્કલ’ કંઈક નવી વાત લાગી? કંઈક અલગ રીતે, હટકે વિચારવાની કે કરવાની વાત અહીંથી જ શરૂ થાય છે! હવે મુદ્દાની વાત – તમને તોડફોડ ગમતી હોય, લીટી કે ટપકાં ચીતરવાં ગમતાં હોય અને કંઈક અસામાન્ય રીતે વિચારી શકતા હો અથવા જો તમે આવી રીતે મગજને ગાડરિયા પ્રવાહ કરતાં અલગ દિશાઓમાં દોડતું કરવા માગતા હો તો તમારા સ્માર્ટફોનમાં ઉમેરો આ ગેમ (Shatterbrain – Physics Puzzles Orbital Nine Games). આ ગેમમાં તમારે જુદી રીતે વિચારવા ઉપરાંત, ફિઝિક્સના નિયમોને પણ યાદ કરવા પડશે. ગેમ રમવાની રીતે બહુ સરળ છે, ફક્ત તેમાં આગલા લેવલમાં જવા માટે દિમાગ બરાબર કસવું પડશે. શરૂઆતમાં એક નાનું ટ્યૂટોરિયલ બતાવવમાં આવશે. એ પછી, સ્ક્રીન પર જુદા જુદા આકાર આપવામાં આવશે. તમારે આંગળીના લસરકે ડોટ કે લીટી દોરવાની, શરત એટલી કે તે નીચે પડે એટલે પેલો કે પેલા બધા આકાર તૂટવા જોઈએ. જો તમે જરૂરી એવી બધી તોડફોડ કરી શકો તો બીજા લેવલમાં જઈ શકો. બની શકે શરૂઆતનાં લેવલને જ તમે કોઈ રીતે પાર કરી શકો નહીં. ત્યારે હિંટ તરીકે ‘થિંક આઉટ ઓફ ધ સર્કલ’ શબ્દો યાદ કરી, કંઈક જુદો જ આઇડિયા અજમાવી જુઓ. છતાં મેળ ન પડે તો એક જાહેરાત જોવાના બદલામાં તમને એ લેવલ પાર કરવાની હિંટ આપવામાં આવશે. શરૂઆત બે-ચાર લેવલ ભલે આ રીતે હિંટની મદદથી પાર કરી જશો, તો પછી પ્રોબ્લેમ શું છે અને એનું સોલ્યુશન કઈ રીતે આવી શકશે એ સમજાવા લાગશે. અભ્યાસમાં, કારકિર્દીમાં, ઓફિસમાં કે જીવનમાં આગળ વધવા માટે આટલું સમજવું જ જરૂરી હોય છે! એન્ડ્રોઇડ અને એપલ એપ સ્ટોર પર આ ગેમ ઉપલબ્ધ છે

જનસંઘના પૂર્વ પ્રમુખ બાબુ કાકાને CR પાટીલે હડસેલ્યા : જુઓ VIDEO
વઘઇ તાલુકાના ખોબ્રિઆંબા ગામ પાસે થી પસાર થતી પૂર્ણા નદીમાં ખાતળ ગામનો વૃદ્ધ ડૂબ્યો
ક્યાં થઈ IAS ટીના ડાબી અને IAS પ્રદીપ ગવાંડેની પહેલી મુલાકાત? કંઈક આવી છે બંનેની પ્રેમકહાણી
લો બોલો : ઈઝરાયલ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવાની લ્હાયમાં માતા-પિતા બાળકને જ ભૂલી ગયા!
19 વર્ષિય મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા પ્રેમલગ્ન : ઇકરા- ઇશિકા બની ગઈ !!
Share This Article
Facebook Email Print
Previous Article પુતિન દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે : CIA
Next Article થલતેજમાં રહેતા દંપતિનો વિવાદ: IT એન્જીનિયર યુવતીની સાસરિયાં વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up