By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અલથાણના યુવાનનું રાજસ્થાનમાં મોત અને પીએમ માટે સુરત લવાતા પોલીસ મુઝવણમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > અલથાણના યુવાનનું રાજસ્થાનમાં મોત અને પીએમ માટે સુરત લવાતા પોલીસ મુઝવણમાં
GeneralSurat

અલથાણના યુવાનનું રાજસ્થાનમાં મોત અને પીએમ માટે સુરત લવાતા પોલીસ મુઝવણમાં

HM News
Last updated: 20/06/2022 7:29 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : અલથાણામાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા યુવાનને રાજસ્થાનની હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા બાદમાં તેનો મૃતદેહને પીએમ માટે સુરત નવી સિવિલમાં લાવ્યા હતા.જોકે,રાજસ્થાનમાં મોત થયુ હોવાથી ખટોદરા પોલીસ મુઝવણમાં મુકાતા તેનું પીએમ મોડું થતા પરિવાર અને સંબંધીઓ હાલાકી વેઠવી પડી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અલથાણ ખાતે સોમનાથ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષનો મહેશ ગોરધનભાઇ સોલંકી થોડા દિવસ પહેલા પરિવારના સભ્યો સાથે રાજસ્થાન ફરવા ગયો હતો.શનિવારે બપોરે રાજસ્થાનના પોખરણ ખાતે મંદિર પાસે અચાનક છાતીમાં દુઃખાવો અને ઉલ્ટી થતા પરિવારજનો નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.બાદમાં રવિવારે સવારે પરિવારના સભ્યો નવી સિવિલમાં લાવ્યા હતા.જેથી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે,મહેશ રાજસ્થાનની હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હોવાથી પોલીસ મુઝવણમાં મુકાઇ હતી.

પોલીસે તેમના સંબંધી કહ્યુ કે,પોસ્ટમોર્ટમ અહી કંઇ રીતે થઇ શકે? જવાબમાં પરિવારના સભ્યો કહ્યુ કે રાજસ્થાની હોસ્પિટલના સ્ટાફ કે ડોકટરે એમને પીએમ કરાવવા કહ્યુ ન હતુ.પોલીસ મુઝવણમાં હોવાથી તેનું પીએમ છેક સાંજે કરવામાં આવ્યુ હતુ.પીએમ સવારના બદલે છેક સાંજે થવાથી મૃતકના પરિવારજનો તથા સંબંધીઓ આખો દિવસ સુધી પીએમ રૃમ પર બેસી રહ્યા હતા અને હાલાકી વેઠવી પડી હતી.નોધનીય છે કે,મહેશ મુળ ભરૃચના વતની હતા.તેમને બે સંતાન છે.તે સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં ફરજ બજાવતા હતા.તેના પિતા ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં ફરજ બજાવે છે.આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

શિર્ડી સાઈ મંદિરમાં સાત મહિનામાં 188 કરોડનું દાન અર્પણ થયું
વડોદરાના પોલીસ કમિશનર તરીકે IPS અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો
શેરદલાલોને બેંક અને ડીમેટ એકાઉન્ટ ટેગ કરવા સેબીનો નિર્દેશ
અમેરિકા : પિટ્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, બેના મોત અને 11 ઘાયલ
ડાંગમાં ગુજરાતનો પ્રથમ ટાઇગર સફારી પાર્ક બનશે
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં સાત વર્ષ બાદ રોગી કલ્યાણ સમિતીની બેઠક મળી : વિવિધ પ્રશ્ને ચર્ચા
Next Article સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા સાથે ભણાવાઈ રહ્યા છે જીવદયાના પાઠ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up