ઉત્તર પ્રદેશ ATSને મોટી સફળતા હાથ લાગી છે.રવિવારના લખનૌમાં જે 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના પાસેથી ઉત્તર પ્રદેશના અનેક શહેરોના નકશા મળ્યા છે. ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલકાયદા સમર્થિત આ આતંકવાદી કોઈ મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.સમાચાર પ્રમાણે આ આતંકવાદીઓએ કોઈ વેબસાઇટ જોઇને બોમ્બ બનાવતા શીખ્યું હતું.અલકાયદાના બંને સંદિગ્ધ આતંકવાદીઓએ પૂછપરછમાં જણાવ્યું છે કે ફક્ત 3 હજાર રૂપિયામાં પ્રેશર કૂકર બોમ્બ તૈયાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ATSને એક મોડ્યુલ પણ મળ્યું છે- DO IT YOURSELF (DIY) એટલે કે ખુદથી પોતાનું કામ કરો. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી DIY મોડ્યુલ પર જ કામ કરી રહ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પોતાના પૈસાથી ઈ-રિક્ષામાં લગાવવામાં આવતી બેટરી દ્વારા બોમ્બ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.સૂત્રો પ્રમાણે બંને આતંકવાદીઓ ઇન્ટરનેટ દ્વારા અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા.
બંને ઉમર અલ મદની સાથે સતત વાત કરી રહ્યા હતા.તેના કહેવા પ્રમાણે તેમણે બોમ્બ બનાવ્યો હતો. બોમ્બ બનાવવામાં સફળતા પણ મળી ગઈ હતી.કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ બનાવ્યા બાદ આ આતંકવાદીઓ ટાર્ગેટની શોધમાં હતા, એટલે કે ક્યારે અને ક્યાં હુમલો કરવો છે.સુરક્ષા એજન્સીઓએ એક મોટું સંકટ ટાળી દીધું છે. જો પ્રેશર કૂકર બોમ્બ કોઈ ભીડવાળી જગ્યાએ રાખવામાં આતંકવાદીઓને સફળતા મળી હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી.પકડાયેલો નસીરુદ્દીન ઉર્ફ મુશીર રિક્ષાની બેટરીથી બોમ્બ બનાવી રહ્યો હતો.’
સૂત્રો પ્રમાણે કાશી અને મથુરાના પણ ધાર્મિક સ્થળોના નકશા ATSને આતંકવાદીઓની પાસેથી મળ્યા છે.આ નકશાઓમાં અલગ-અલગ પોઇન્ટથી ચિન્હો કરવામાં આવ્યા હતા.ગોરખપુરના પણ એક વિસ્તારની ડિટેઇલ આતંકવાદીઓ પાસેથી યુપી ATSને મળી છે.સાથે જ પ્રદેશના અનેક મોટા શહેરોના સાર્વજનિક અને ધાર્મિક સ્થળોની ડિટેઇલ પણ ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મળી છે. ATS છેલ્લા 24 કલાકમાં 1 ડઝનથી વધારે શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.