By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે
GeneralNational

અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે

HM News
Last updated: 08/08/2023 4:02 AM
HM News
2 years ago
Share
SHARE

આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારે સરકાર વિપક્ષ પર આકરા પ્રહારો સાથે પોતાની સિદ્ધિઓ ગણાવશે.આ ઉપરાંત વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે.

રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરી શકે તેવી પ્રબળ સંભાવના

કેન્દ્ર સરકાર આજે તેના બીજા કાર્યકાળમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે.લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે અને સંખ્યાના દૃષ્ટિકોણથી સરકાર પર કોઈ ખતરો નથી.આ સાથે જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ એવા સમયે ફરી પ્રાપ્ત થશે જ્યારે કેન્દ્રની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવશે.કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ સરકાર વિરુદ્ધ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પાર્ટી વતી મુખ્ય વક્તા તરીકેની ભૂમિકા ભજવે.આ સ્થિતિમાં રાહુલ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી શકે તેવી પ્રબળ સંભાવના છે.

વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે

આ દરમિયાન સરકાર વિપક્ષ પર પ્રહારો સાથે પોતાની સિદ્ધિઓ ગણાવશે.આ સાથે જ વિપક્ષ સરકારની ખામીઓ ગણાવીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે તેમજ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે દરખાસ્ત રજૂ કરનાર ગૌરવ ગોગોઈ અધ્યક્ષને વિનંતી કરશે કે તેઓ તેમના સ્થાને રાહુલ ગાંધીને ચર્ચા શરૂ કરવાની મંજૂરી આપે.આ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે ચર્ચા થશે.ત્રણ દિવસમાં 18 કલાક ચર્ચા થશે.આ ઉપરાંત પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે.નિશિકાંત દુબે બીજેપી તરફથી પ્રથમ વક્તા હશે.

DGCA દ્વારા 30 ઉડ્ડયન ટ્રેનિંગ સંસ્થાનું ઓડિટ: એકનું લાઇસન્સ રદ
IIT-મદ્રાસે સેપ્ટિક ટેન્કની સફાઈ માટે બનાવ્યો ખાસ રોબોટ, હવે ગટર સફાઈ દરમિયાન નહીં થાય કોઈનું મોત
ગુજરાતને મળી શકે છે નવા મુખ્ય સચિવ, જાણો સંભવિત નામો
પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા
ચીખલી નજીકના ખૂંધમાં પ્રેમીકાને મળવા ગયેલા પ્રેમી પર ચાર વ્યક્તિ એ તલવારથી હુમલો કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article ITR વેબસાઇટ પર લોડ વધ્યો, 8 કલાકમાં 1.30 કરોડ લોગિન, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આજે છેલ્લો દિવસ
Next Article મણિપુર હિંસા કેસોમાં CBI પર સુપ્રીમની સીધી નજર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up