મુંબઇ : અષાઢી એકાદશી નિમિત્તે વિઠોબા-રૃક્સમણીના નામનો જયઘોષ કરીને પંઢરપુર રવાના થતા શ્રધ્ધાળુઓ(વારકરી) માટે એસ.ટી.મહામંડળે ૪,૭૦૦ વધારે બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.એવી ઘોષણા પરિવહન મંત્રી તથા એસ.ટી.મહામંડળના અધ્યક્ષ અનિલ પરબે કરી હતી.
આ વિશેષ એસ.ટી.બસ ૬ જુલાઇથી ૧૪ જુલાઇ ૨૦૨૨ દરમિયાન દોડાવવામાં આવશે.આ યાત્રા માટે મુંબઇ સહિત પુણે,નાશિક,ઔરંગાબાદ,નાગપુર,અમરાવતી આ ઠેકાણે બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે મહારાષ્ટ્રથી પંઢરપુર જનારા વારકરી તેમજ શ્રદ્ધાળુએ બસ સેવાના લાભ લેવાની અપીલ અનિલ પરબે કરે છે.લાખો શ્રદ્ધાળુઓના પ્રવાસ સુરક્ષિત સેવા આપવા માટે એસ.ટી.ડ્રાઇવર,કન્ડક્ટર, ટેક્નીકલ કર્મચારી અને અધિકારી વર્ગ અહોરાત્ર કાર્યરત રહેશે,એમ અનિલ પરબે જણાવ્યું હતું.પંઢરપુર યાત્રા માટે રાજ્યભરથી આવનારા લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ વિભાગમાંથી બસ રવાના કરાશે.વારકરી, શ્રદ્ધાળુ તેમજ પર્યટકોની એક જ બસ ડેપો પર ગરદી થાય નહિ તે માટે પંઢરપુરમાં ચાર ઠેકાણે હંગામી ધોરણે બસ સ્થાન ઉભા કરાશે.જેમાં ચંદ્રભાગા,ભીમા,પાંડુકરંગ(આઇ.ટી.આઇ કોલેજ)તથા વિઠ્ઠલ કારખાનાનો સમાવેશ થાય છે.


