– અમિત શાહ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે CM સાથે કરશે મહત્વની બેઠક
– રાજ્યના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં રહેશે હાજર
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદલોડિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું.આ ઉપરાંત તેમણે અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું.આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધન કરશે.આજ રોજ ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં 195 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
આજે અમિત શાહ CM સાથે કરશે મહત્વની બેઠક
આ ઉપરાંત આજે અમિત શાહ CM સાથે બેઠક કરશે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બપોરે બેઠક યોજાશે.બપોરે 2.30 વાગ્યે આસપાસ મહત્વની બેઠકમાં વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.રાજ્યના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં રહેશે હાજર.
Union Home Minister inaugurates newly constructed park in Ahmedabad
Read @ANI Story | https://t.co/qY7neRaJtD#AmitShah #Ahmedabad #inauguration pic.twitter.com/ZxwBE0d64P
— ANI Digital (@ani_digital) June 20, 2023
લાખો ભક્તોની સાથે વહેલી સવારે 4 વાગ્યે અમિત શાહે પણ મંગળા આરતી કરી
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે જે પહેલા લાખો ભક્તોએ આજે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો.ગૃહમંત્રી અમિત શાહે પણ વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.