અસમ : અસમમાં પોતાની પ્રેમિકાનું મોત થયા બાદ પ્રેમીએ જે કર્યું તે હાલ સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.પોતાની પ્રેમિકાને એક બીમારી હતી,જેનો ઈલાજ શક્ય ન હતો.જ્યારે પ્રેમિકાનું મોત થયું તો પ્રેમી તૂટી ગયો હતો અને મૃતદેહને જઈને ભેટી પડ્યો હતો એટલું જ નહીં પ્રેમીએ માંગ ભરી માળા પણ પહેરાવી હતી.આ સમગ્ર ઘટના જોઈને સૌ કોઈ રડી પડ્યાં હતાં.
મળતી માહિતી મૂજબ અસમમાં એક ગંભીર બીમારીના કારણે 18 નવેમ્બરે પ્રાર્થના નામની યુવતીનું મોત નીપજ્યું હતું.તેના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી.ત્યારે તેનો પ્રેમી બિટુપન પણ ત્યાં આવી પહોંચ્યો અને પ્રાર્થનાની માંગ ભરી અને મૃતદેહને ભેટી ખૂબ રડ્યો હતો.આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર કોઈ પોતાના આંખમાંથી આંસૂ રોકી ન શક્યાં હતાં.હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, લોકો આ પ્રેમના વખાણ કરી રહ્યા છે.પ્રાર્થના લાંબા સમયથી એક ગંભીર બીમારીથી પીડિત હતી.આ વાતની જાણ પ્રેમી બિટુપનને પણ હતી,પરંતુ પ્રાર્થના પ્રત્યેનો તેનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો.બિટુપન પ્રાર્થના જોડે લગ્ન કરવાની તૈયારી પણ કરી રહ્યો હતો,પરંતુ કુદરતે કઈક અલગ જ લખ્યું હશે.પ્રાર્થનાની બીમારી તેનો જીવ લઈ ગઈ.
માગ ભરીને પ્રેમીએ કહ્યું- ‘જબ તક મોત હમે અલગ ન કર દે’
પ્રાર્થનાના અંતિમ સંસ્કાર પહેલા બિટુપને તેની માગ ભરી અને માળા પહેરાવી હતી,પછી પ્રાર્થનાના મૃતદેહને ભેટીને લાંબા સમય સુધી ત્યાંજ બેસી રહ્યો.પ્રાર્થનાને તેણે કહ્યું -‘જબ તક મોત હમે અલગ ન કર દે’. ભગવાનને આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.

