દિલ્હી તા.1 : આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ વિમાની સેવાઓ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવ્યો છે.નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ આજે બુધવારે આ માહિતી આપી હતી. DGCAએ જણાવ્યું કે,કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 25 માર્ચથી લોકડાઉન શરૂ થયું હતું અને તે પહેલા 23 માર્ચે તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વિમાન મુસાફરી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ડોમેસ્ટિક વિમાન મુસાફરી સેવા 25 મેથી શરૂ કરવામાં આવી હતી,પરંતુ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી સેવાઓ હજુ સુધી પુન: શરૂ કરવામાં આવી નથી.

