દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સાથે જ બાબાસાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે એક મિસાલ છે તેમ કહ્યું હતું.વડાપ્રધાન મોદીએ આંબેડકર જયંતિ નિમિત્તે ટ્વીટ પણ કરી હતી.
વડાપ્રધાને લખી આ વાત
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હું આંબેડકર જયંતિ નિમિત્તે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને માથું નમાવીને વંદન કરૂ છું.તેમણે પોતાના સંઘર્ષ વડે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું, જે દરેક પેઢી માટે એક મિસાલ રહેશે.’
14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા બાબા સાહેબની આ વર્ષે 130મી જયંતી ઉજવવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ડૉ. બીઆર આંબેડકરની જયંતીના દિવસે જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે.તેમણે દેશમાંથી જાતિ પ્રથાને ખતમ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમના મુજબ તમામ લોકોને એક જ સમાન અધિકાર મળવા જોઇએ,જેથી આગળ જઇ કોઇ પણ પ્રકારના ભેદભાવ ના થાય.
લોકોને જાગરૂત કરવામાં આવે છે
દેશની સાથે વિદેશોમાં પણ તેમની જન્મજયંતી ઉજવવામાં આવે છે.આ જ દવિસે બાબાસાહેબના કામો વિશે લોકોને જણાવવામાં આવે છે.આટલું જ નહીં,જગ્યા-જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરી સમાજમાં ફેલાયેલી ખરાબીઓને નાબૂદ કરવાની અપીલ કરવામાં આવે છે.

