સુરત : સુરત મ્યુનિ.ના આંબેડકર શોપીંગ સેન્ટર એક દિવસમાં ખાલી કરવાની નોટિસ સામે આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારોએ કોર્ટમાં એલ.પી.એ.કરી છે.આંબેડકર શોપીંગ સેન્ટર એસો.એ કહ્યું તેઓ રીડેવલપમેન્ટ ના વિરોધમાં નથી પણ દુકાન સામે દુકાન ની માગણી કરે છે પરંતુ પાલિકા તરફે બાહેધરી આપવામાં આવતી નથી તેનો વિરોધ છે.હાઈકોર્ટના ચુકાદા બાદ સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારોને નોટીસ આપીને એક દિવસમાં દુકાન નો કબજો ખાલી કરવા માટે નોટિસ આપતા કેટલીક દુકાનદારોએ ખાલી કરવાની કામગીરી પણ કરી છે.તો બીજી તરફ શોપીંગ
સેન્ટર એસો.દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં એલ.પી.એ.દાખલ કરી છે.આ અંગે આંબેડકર શોપીંગ સેન્ટર ડો.ઓ.સર્વિસ સોસાયટી દુકાન એસો.એ જણાવ્યું છે કે,હાઈકોર્ટ દ્વારા તા.23-6-22ના રોજ આ કેસનો નિકાલ લાવતા સ્પષ્ટ જણાવેલ છે કે આ ચુકાદા સામે નીચલી કોર્ટમાં પણ જઈ શકાય અથવા અપીલ પણ દાખલ કરી શકાય તેમ જણાવતા એસોસીએશન દ્વારા ના,હાઈકોર્ટમાં છ નં.એલપીએ 222592022- જીજેએચસી24043977202208 032022 ની અપીલ દાખલ કરી છે.આંબેડકર શોપીંગ સેન્ટર એસોસીએશન સ્પષ્ટ જણાવે છે કે તેઓ રીડેવલોપમેન્ટના વિરોધમાં નથી.ના.ગુજરાત સરકારની 2016 ની રીડેવલોપમેન્ટ પોલીસીમાં ઘરની સામે ધર અને દુકાનની સામે દુકાન આપવાની
નીતિ સ્પષ્ટ છે પણ કોપીરેશન દુકાનની સામે દુકાન આપવા કહે છે પણ લેખિતમાં આપવા તૈયાર નથી.હકીકતમાં ૧૯૮૦માં આ શોપીંગ સેન્ટરની જાહેર હરાજી કરવામાં આવેલ ત્યારે ટેક્સટાઈલ માર્કેટની કિંમતમાં આંબેડકર શોપિંગ સેન્ટરમાં દુકાનો વહેંચાય હતી.40 વર્ષથી 88 દુકાનદારો ભાડુઆત છે તેમને ખાલી કરવા માટે દબાણ કરી રહી છે અને 1000 પરિવારોને રોડ પર લાવવાનું અમાનવીય કૃત્ય કરી રહયા છે.આજે પણ એસોસિએશન રીડેવલોપમેન્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકા સાથે બેસવા તૈયાર છે પરંતુ સુરત મહાનગરપાલિકા તરફથી યોગ્ય લેખિત બાંહેધરી માંગી રહ્યા છીએ.હાલમાં આ વિવાદના કારણે ૪ વાર થયેલ રીડેવલોપમેન્ટ પ્રક્રિયામાં કોઈ ટેન્ડ૨૨ ભાગ લેવા આવ્યું નથી ત્યારે શાકો 1000 પરિવારો તરફ ધ્યાન આપે અને આ પ્રકરણમાં સુખદ સમાધાન ની ફોર્મ્યુલા લાવે તે જરૂરી છે.

