મધ્ય પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ જારી છે.આ સમગ્ર નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઇમરતી દેવીએ કહ્યું કે તે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે.તેમણે કહ્યું કે,હું દલિત છું,તેથી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઇમરતી દેવીએ કહ્યું કે કમલનાથજીને શબ્દોનું જ્ઞાન નથી,એક દલિત મહિલા માટે આ પ્રકારની નિવેદનબાજી કરવામાં આવી રહી છે.ઇમરતી દેવીએ આરોપ લગાવ્યો કે કમલનાથજીએ અમારી વિધાનસભ માટે કંઇ નથી કર્યુ, હું જનતાની લડાઇ લડી રહી છું.
ઇમરતી દેવીએ કમલનાથના નિવેદન પર શું કહ્યું?
બીજેપી નેતાએ કહ્યું કે જ્યાં નિવેદન આપવામાં આવ્યું તે એક એસસી સીટ છે,ત્યાં ત્યાં કમલનાથજી ખુલ્લા શબ્દોમાં કહી રહ્યાં છે તો કોને કહી રહ્યાં છે,શું તેમના ઘરમાં બહેન-દિકરી નથી.ત્યાં અજયજીએ કહ્યું કે ઇમરતીને જલેબી બનાવી દો,શું મારા નામની પણ મજાક ઉડાવશો.
કોંગ્રેસ નેતાઓના નિવેદન પર ઇમરતી દેવીએ કહ્યું કે કાનૂની કાર્યવાહી કરીશ.હું કોંગ્રેસના નિવેદનોથી ડરીને નહી બેસુ.જો કોંગ્રેસ પાર્ટી તરફથી મહિલાઓ માટે આવા નિવેદન આવશે,તો મહિલાઓ કેવી રીતે આગળ વધશે.
ઇમરતી દેવીએ સોનિયા ગાંધીને અપીલ કરતાં કહ્યું કે કમલનાથને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ અને મધ્ય પ્રદેશથી બહાર જવુ જોઇએ. મે વીસ વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે.ઇમરતી દેવી બોલ્યા કે અમને જ્યોરિરાદિત્ય સિંધિયાએ રાજકારણમાં તક આપી તેથી અમે તેની સાથે ભાજપમાં આવી ગયાં.
ઇમરતી દેવીએ આરોપ લગાવ્યો છે કે કમલનાથે પોતાના કાર્યકાળમાં ફક્ત છિંદવાડનો વિકાસ કર્યો તેમના વિધાનસભા ક્ષેત્ર માટે કોઇપણ પ્રકારનું કામ નથી કર્યુ.


