સુરત : સુરત ના રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરીંગની કામગીરી પૂરી થઈ નથી ત્યાં સુરત બારડોલી રોડ પર આવેલા આઈમાતા જંકશન સુરત,મંગળવાર પાસેના ફ્લાય ઓવર બ્રિજનો એક તરફનો ભાગ આવતીકાલ ૧ જુનથી દોઢ માસ માટે રીપેરીંગ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાંઆવ્યો છે.શહેરના સુરત-બારડોલી રોડ પર આવેલા આઈમાતા જંકશન પાસના નેતાજી સુભાષચંદ્ર બોઝ ફલાય ઓવર બ્રિજના વેરીંગ કોર્ટની કામગીરી શરૂ કરાશે.હાલમાં ટ્રાફિક સમસ્યાને લીધે માત્ર થીંગડા મરાય રહ્યા છે.જેથી વેરીંગ કોટ રીપેરીંગની કામગીરી માટે બારડોલી તરફથી સુરત આવતા બ્રીજનો ભાગ તા.૦૧ ૦૬૨૦૨૨ થી તા.૧૫૦૭ ૨૦૨૨ સુધી જનો વપરાશ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાશે.વાહનચાલકોએ સુરત-બારડોલી રોડ પર આવેલ આઈમાતા જંકશન પાસેના નેતાજી સુભાષચંદ્ર બોઝ ફલાય ઓવર બ્રિજની ડાબી તરફ આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.આ સમયગાળા દરમિયાન આ ફલાય ઓવર બ્રિજની ડાબી તરફના રોડ પર કોઈપણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર તેમજ પાર્કિંગ કરવા તેમજ માલસામાનનું લોડીંગ અનલોડિંગ કરવા મ્યુનિ. એ પ્રતિબંધ મુકયો છે.આવતીકાલથી આ બ્રિજનો એક તરફનો છેડો રીપેરીંગ માટે બંધ કરાશે જેથી ટ્રાફિકની સમસ્યા શક્યતા છે.કારણ કે રીંગરોડ ફૂલાયઓવર બ્રિજ હજુ જુન મહિનાના છેલ્લા સપ્તાહ સુધી રીપેર થાય તેમ છે.