By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આકાંક્ષા દુબે મોત મામલે ભોજપુરી સિંગર સમર સિંહ સહિત બે પર કેસ દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આકાંક્ષા દુબે મોત મામલે ભોજપુરી સિંગર સમર સિંહ સહિત બે પર કેસ દાખલ
GeneralNational

આકાંક્ષા દુબે મોત મામલે ભોજપુરી સિંગર સમર સિંહ સહિત બે પર કેસ દાખલ

HM News
Last updated: 27/03/2023 10:07 AM
HM News
2 years ago
Share
SHARE

– અભિનેત્રી આકાંક્ષા દૂબેની માતાએ ગંભીર આરોપ લગાવ્યા

નવી દિલ્હી, તા. 27 માર્ચ 2023, સોમવાર : ભોજપુરી ફિલ્મ અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલે સારનાથ પોલીસ સ્ટેશનની પોલીસે સિંગર સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.મુંબઈથી વારાણસી પહોંચેલી આકાંક્ષાની માતાની ફરિયાદ પર પોલીસે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આકાંક્ષાની માતા મધુએ કહ્યું કે, મારી દીકરી ખૂબ જ હિંમતવાન હતી.તે આત્મહત્યા કરે જ નહીં.તેણે પોલીસ-તંત્રને ન્યાય માટે અપીલ કરી હતી.આકાંક્ષા દુબેની માતા અને ભાઈ સોમવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.મધુએ જણાવ્યું કે, તેણે શનિવારે સાંજે સાત વાગ્યે આકાંક્ષા સાથે મોબાઈલ પર વાત કરી હતી.ત્યારે તે ખુશ હતી અને તેણે કોઈ સમસ્યાનો ઉલ્લેખ નહોતો કર્યો.મેં રાત્રે 12 વાગ્યે ફોન કર્યો તો તેણે ફોન નહોતો ઉપાડ્યો.તેણે કોઈ પાર્ટીમાં જવાની વાત પણ નહોતી જણાવી.

આકાંક્ષાની માતા મધુએ આરોપ લગાવ્યો કે, આઝમગઢનો રહેવાસી ભોજપુરી સિંગર સમર સિંહ આકાંક્ષાને ખૂબ ટોર્ચર કરતો હતો.તેમણે જણાવ્યું કે, સમર સિંહ ઈચ્છે છે કે, આકાંક્ષા માત્ર તેની સાથે જ કામ કરે અને અન્ય કોઈની સાથે નહીં.તે સાથે કામ કરવા માટે પૈસા નહોતો આપતો.તે બીજાની ફિલ્મ કે ગીતમાં કામ કરવા બદલ માર મારતો હતો.ઘણી વખત જ્યારે આકાંક્ષાએ તેની પાસે પૈસા માંગ્યા તો તેણે તેની સાથે મારપીટ પણ કરી હતી.

આકાંક્ષાએ તેમને રડતાં રડતાં બધું જણાવ્યુ હતું. 21 માર્ચે આકાંક્ષા બસ્તીમાં શૂટિંગ કરી રહી હતી.ત્યારબાદ ભોજપુરી સિંગર સમરના ભાઈ સંજય સિંહનો મોબાઈલ પર કોલ આવ્યો.તે ફોન પર ધમકી આપતો હતો કે, તને મારી નાખીશ.આકાંક્ષાની અસિસ્ટન્ટ રેખાએ પણ જણાવ્યું કે, મેડમ સેટ પર જોરથી બોલતા હતા.જે ભોજપુરી ગાયક પર આરોપ લગાવવામાં આવ્યો છે તે રવિવારથી ગાયબ છે. ACP સારનાથ જ્ઞાનપ્રકાશ રાયે કહ્યું કે ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.કેસની તપાસ ચાલી રહી છે.આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આકાંક્ષા દુબેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ભોજપુરી સિંગર અને એક્ટર સમર સિંહે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી.તેમાં તેણે બે રડતા ઈમોજી પોસ્ટ કર્યા હતા અને લખ્યું – નિશબ્દ. RIP. હેશટેગની સાથે અભિનેત્રીનું નામ પણ લખ્યુ હતું.

હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા
ગેરમાર્ગે દોરતી ક્રિપ્ટોકરન્સીની જાહેરાતો બંધ કરવા આદેશ
ભરૂચમાં ભાજપ સરકાર સામે વિરોધ, કોંગ્રેસે મોદીનું પૂતળું ફુક્યું, 25 લોકોની અટકાયત
વધુ એક ઓક્સિજન કાંડ : તમિલનાડુની હોસ્પિટલમાં ઓક્સિજન નહિ મળતા ૧૩ દર્દીએ જીવ ગુમાવ્યા : ઉત્તરાખંડમાં પણ ૫ દર્દીના મોત
શિક્ષકે 2 યુવતીઓને રૂમમાં બોલાવી કહ્યું, તમને SEX એજ્યુકેશન આપવાનું છે, ચલો તૈયાર થઇ જાઓ અને…
Share This Article
Facebook Email Print
Previous Article વીર સાવરકર અંગે ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતાને આપી ચેતવણી
Next Article CBIએ રાજકોટના DGFT અધિકારીના ઘરેથી 99 લાખ રોકડા અને 990 ગ્રામ ચાંદી જપ્ત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up