ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસ ગુરુવારે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને લવ જેહાદ કાયદો પસાર કરવામાં આવશે અને ગુજરાતમાં લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ઉપર લગામ લગાવશે.આ લવજેહાદનો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવનાર છે.
ગુરૂવારે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન,બળજબરી,ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ કડક બનાવવામાં આવશે.આમ તો આ સમગ્ર સુધારો લવ જેહાદની પ્રવૃતિ રોકવા માટે છે.ઉતરપ્રદેશની પેટર્ન મુજબ લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને તેની જોગવાઈ મુજબ આરોપી ને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા અને રૂ.2 લાખની ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021માં સુધારો કરતા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે.જે વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે.ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003થી પ્રલોભન,બળજબરીપૂર્વક અથવા ગેર રજૂઆત અથવા હાલમાં ધર્મ પરિવર્તનના હેતુ માટે સ્ત્રીઓને લગ્ન માટે લલચાવવાના બનાવો વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.લગ્ન કરીને અથવા કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો જરૂરી લાગ્યું છે.આથી રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.આવા લવજેહાદના કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવનાર છે,તેમજ ઘરે થી ભાગી જનારના માતા-પિતા,ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકુમત ધરાવતા સંબંધી દ્વારા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે.આ માટેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક થી ઉતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં તેવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે.નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મ પરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે.ગેરકાયદેસર ધર્મ પરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય તેવા કિસ્સામાં બિન જામીનપાત્ર ગુનો બનશે.આમ હવે લવ જેહાદ નો કાયદો અમલી બની જશે.