દેશમાં કોરોના વાઇરસને અટકાવવા માટે 17 મે સુધી લોકડાઉન છે,જેમાં કરોડો લોકો ઘરોમાં જ પુરાઇ રહ્યાં છે,ગુજરાતમાં પણ પાન મસાલાની દુકાનો સહિતનાં માર્કેટો બંધ છે અને લોકો પણ ઘરોમાં જ છે.ખાસ કરીને આવી સ્થિતીમાં વ્યસનના બંધાણી લોકોની માનસિક અને શારિરીક હાલત બગડવાની શક્યતા વધી ગઇ છે, જે લોકો એક દિવસ પણ વ્યસન વગર ન રહી શકતા હોય તેવા લોકો ઘણા દિવસોથી વ્યસન વગર દિવસો પસાર કરે છે,આ મામલે 7 મનોચિકિત્સકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ચેતવણી આપી છે કે વ્યસનીઓને જો છૂટછાટ આપવામાં નહીં આવે તો સ્થિતી બગડી શકે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ અને અન્ય 6 મનોચિકિત્સક અધ્યાપકોએ પત્ર લખીને કહ્યું છે કે તેમને 45 હજાર જેટલા લોકોનું કાઉન્સેલિંગ કરીને આ માહિતી ભેગી કરી છે.તેમને વ્યસની લોકોને જરૂરી તમાકુ, માવા સહિતની વસ્તુઓ મળી રહે તે માટેના વિકલ્પની માંગ કરી છે.


