મુંબઇ, તા. 10 મે : કોરોનાની બીજી લહેરના પગલે દેશભરની બેંકોના કામકાજ પર અસર થઈ છે.માત્ર લોકડાઉનના સમયમાં બેંકોને શનિવાર,રવિવાર અને કેટલાક તહેવારોની રજા છે.આથી આગામી 2૦ દિવસમાં સાત દિવસ બેંકોનું કામ બંધ રહેશે. ગ્રાહકોએ પોતાના કામ નેટ બેન્કિંગ દ્વારા કરવાની અપીલ આરબીઆઇએ કરી છે.
દેશમાં ગત સળંગ ચાર દિવસ ચાર લાખથી વધુ દરદી મળી આવ્યા છે.રિઝર્વ બેંકે કરેલા પરિપત્રકમાં વિવિધ તારીખે બેંકોનું કામકાજ બંધ રહેશે એવો ઉલ્લેખ કર્યો છે.આરબીઆઇની વેબસાઇટ પર પરિપત્રકમાં કહ્યું છે કે 12 દિવસ બેંક બંધ રહેશે.એમાં અઠવાડિયાની રજાનો સમાવેશ છે.આ પૈકી કેટલીક રજા થઈ ગઈ છે.જ્યારે આઠ રજા બાકી છે.એટલે બાકી રહેલવા મે મહિનામાં વધુ આઠ દિવસ બેંકોનું કામ બંધ રહેશે.જેમાં કેટલીક રજા ઠરાવિક રાજ્યની છે.
13 મે 2૦21ના રોજ રમઝાન ઇદ 14 મે ભગવાન શ્રી પરશુરામ જયંતી અક્ષય તૃતીયા, 16 મે રવિવાર, 22 મે ચોથો શનિવાર, 23મે રવિવાર, 26 મેના રોજ બૌદ્ધ પૂર્ણિમા 3૦ મે રવિવાર છે.