By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આગ દુર્ઘટના રોકવા ગેરકાયદેસર મોડીફાઈડ ઈબાઈક્સ પર તવાઈ આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આગ દુર્ઘટના રોકવા ગેરકાયદેસર મોડીફાઈડ ઈબાઈક્સ પર તવાઈ આવશે
GeneralMumbai

આગ દુર્ઘટના રોકવા ગેરકાયદેસર મોડીફાઈડ ઈબાઈક્સ પર તવાઈ આવશે

HM News
Last updated: 21/05/2022 7:51 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : ઈલેક્ટ્રિક બાઈકમાં વિસ્ફોટ થવાના અને આગ લાગવાના વધતા બનાવો વચ્ચે પરિવહન કમિશનરે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસો (આરટીઓ)ને આવા વાહનો માટે વધુ વોલ્ટેજની બેટરીઓ વેંચતા ઉત્પાદકો ઉપર દેખરેખ રાખવાની અને જરૃર પડે તો કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના પરિવહન કમિશનર અવિનાશ ઢાકનેએ તમામ આરટીઓને ફેરફાર માટે ઈ-બાઈક ઉત્પાદકો સામે પોલીસ પાસે થતી ફરિયાદો નોંધવાનો આદેશ આપ્યો છે.આવા વાહનોનું નિરીક્ષણ કરવા એક વિશેષ અભિયાન શરૃ કરવામાં આવ્યું છે.સેન્ટ્રલ વેહિકલ્સ નિયમો મુજબ ૨૫૦ વોટ્સથી ઓછી ક્ષમતાની બેટરી અને ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરાવતી ઈ-બાઈક રજિસ્ટ્રેશન અને વેહિકલ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવી છે.જો કે આવા વાહનોએ સરકાર માન્ય અમુક સંસ્થાઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવું જરૃરી છે.
પરિવહન કમિશનરના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક વાહન ઉત્પાદકો અધિકૃત સંસ્થા પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વિના ઈ-બાઈક વેંચી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે.ઉપરાંત આવી ઈ-બાઈકમાં ગેકાયદે ફેરફાર કરાયા પછી તેની બેટરીની ક્ષમતા ૨૫૦ વોટ્સથી વધુ થઈ જાય છે.આવા વાહનો નિયમબાહ્ય રીતે વેંચાય તો માર્ગ સુરક્ષા સામે મોટુ જોખમ ઊભુ થઈ શકે છે. ઉપરાંત ઈ-બાઈક્સમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે.ઉલ્લેખનીય છે કે ઉત્પાદકો બાઈકની ઝડપ વધારવા વધુ ક્ષમતાની બેટરી બનાવે છે.પરિવહન નિષ્ણાંતોના મતે ઈલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઈ-બાઈકના નાના ઉત્પાદકો દ્વારા કરાતી સુધારણા પર નજર રાખવી જોઈએ.શરૃઆતમાં ઈ-વાહનોની સંખ્યા મર્યાદિત હતી,પણ હવે તેમાં ઝડપથી વધારો થયો છે અને તે દૈનિક જીવનનો હિસ્સો બની રહ્યા છે. આવા વાહનોનું રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેશન ફરજિયાત કરવું જોઈએ.ઉપરાંત વાહનોમાં કરાતા સુધારણાને કારણે તેમાં આગ લાગવાના બનાવ વધી રહ્યા છે જે માર્ગ સુરક્ષા સામે મોટુ જોખમ ઊભુ કરી રહ્યા છે. આથી ઈ-બાઈકના નાના ઉત્પાદકો પર દેખરેખ ખૂબ જ મહત્વની છે એવી સલાહ નિષ્ણાંતોએ પ્રશાસનને આપી છે.

સુરતમાં પતિએ પત્ની ત્રાસથી કંટાળી કરી હત્યા, મૃતદેહ અગાશી પર મુકીને થયો ફરાર
અંસાર દિલ્હીમાં જહાંગીરપુરી હિંસાનો માસ્ટરમાઈન્ડ : એક દિવસના રિમાન્ડ પર
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત : કોરોનાને લઈને ચર્ચા
લોકડાઉન : દેશના અર્થતંત્રને રૂા.5.40 લાખ કરોડનું નુકશાન
Navratri 2022 : સંતાન સુખની પ્રાપ્તિ માટે આજે પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : ડિંડોલીમાં આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી રૂ.૩૩ લાખની લૂંટ
Next Article આ રવિવારે ફરી ગુજરાત-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાઈ જશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up