ગત 21 ફેબ્રુઆરી 2020 મહાશિવરાત્રી પર્વે હિન્દુસ્તાન મિરર ડિજિટલ પ્લેટફોર્મમાં પ્રવેશી ચૂક્યું હતું જેને છેલ્લા પાંચ મહીના દરમ્યાન વાંચકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.હવે હિન્દુસ્તાન મિરર વેબસાઈટના પાઠકો ખાસ કરીને હિન્દી વર્ગના વાંચકો માટે ટૂંક સમયમાં સમાચારો હિન્દીમાં પણ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.અમારી વેબટીમ દ્વારા વેબસાઈટને નવા ફોર્મેટમાં પ્રસ્તુત કરવા છેલ્લા એક મહિનાથી કામ ચાલી રહ્યું છે જે આજરોજ પૂર્ણ થવા સાથે હવે હિન્દુસ્તાન મિરર ગુજરાતી સહીત હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ રહેશે.આવનારા સમયમાં અંગ્રેજી ભાષામાં પણ માહિતીસભર ચટાકેદાર ખળભળી મચાવનારા વિશ્વશનીય સમાચારો ગુજરાત સહીત દેશ વિદેશમાં હિન્દુસ્તાન મિરર પોંહચાડતુ રહેશે.આ ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન એનરોઇડ અને આઇઓએસ ફૉર્મટ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે છેલ્લા પાંચ મહિના દરમ્યાન 1.25 લાખ જેટલા વિઝિટર્સ વેબસાઈટની મુલાકાત લઈ ચુક્યા છે તેમજ મારા પ્રિય મિત્રો,વડીલો અને સ્નેહીઓ પણ નિત્ય હિન્દુસ્તાન મિરર વાંચવાનું જ પસંદ કરે છે જે મારા માટે તથા મારી ટીમના સભ્યો માટે ગર્વપૂર્ણ બાબત છે.આપ સૌ તરફથી હિન્દુસ્તાન મિરરને જે પ્રકારે સહયોગ આપવામાં અને વિશ્વાસ મુકવામાં આવ્યો છે જે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.ભવિષ્યમાં પણ આપનો આ સહકાર બરકરાર દરેક મોર્ચે અમારી સાથે રહે એવી પ્રભુ અને મારા ઇષ્ટદેવ શિવજીને પ્રાર્થના.અમારો ઉદ્દેશ્ય શરૂઆતથી જ સમાજના વિવિધ તલસ્પર્શી મુદ્દાઓ અને પ્રજાને પડતી અગવડતા સહિતના પ્રશ્નોએ લોકલડાઈ લડી પ્રસાશન તેમજ પીડિત અને કચડાયેલા વર્ગ માટે આક્રમક ઢબે તેમની પડખે રહેવાનો અને સુસાશન સ્થાપિત કરવાનો છે અને રહેશે જ.બસ તો હવે આજે સાંજથી આપ હિન્દુસ્તાન મિરર વેબસાઇટને નવા રંગરૂપ અને હિન્દી ભાષાના ફોર્મેટમાં પણ જોઈ શકશો આ જણાવતા સહર્ષ આનંદ અને ગર્વ અનુભવ છું.અંતે તમામ મિત્રો,વડીલો,વાંચકો અને વિજ્ઞાપનદાતાઓનો હ્રદયપૂર્વક આભાર.આ અખબારી સફરમાં આપ સૌએ જે પ્રકારે સાથ આપ્યો તે માટે પણ આપ સૌનો ખુબ ખુબ આભાર – જિગર વ્યાસ