નવીદિલ્હી : સ્માર્ટ ફોનમાં કોલ રેકોર્ડ કરવાની સગવડ આવતીકાલ તા.૧૧મે,૨૦૨૨થી બંધથઇ જશે.ગૂગલ કંપની પોતે આવી સુવિધા આપે છે, પરંતુ એમાં જ્યારે કોલનું રેકોર્ડિંગ શરૂ થાય ત્યારે બંને છેડે રહેલી વ્યક્તિઓને હવે કોલ રેકોર્ડ થઇ રહ્યા હોવા વિષેની જાણ થાય છે.બીજી બાજુ, અનેક થર્ડ પાર્ટી એપ્સ આવી રીતે સ્પષ્ટ જાણ કર્યા વિના કોલ રેકોર્ડ કરવાની સુવિધા આપતી હતી.આથીગૂગલ કંપની લાંબા સમયથી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા થતું કોલ રેકોર્ડિંગ બંધ કરવા ઇચ્છતી હતી.
નોંધનીય છેકે, બધી થર્ડ પાર્ટી એપ્સ,ગૂગલ તરફથી અપાતીે એક્સેસિબિલિટી એપીઆઇ (એપ્લિકેશન પોગ્રામિંગ ઇન્ટરફેસિસ)નામની સુવિધાનો લાભ લઇને કોલ રેકોર્ડ કરી શકતી હતી. એપીઆઇની સુવિધા પૂરી પાડવાનો ગૂગલનો હેતુ, કોઇ પણ પ્રકારની શારીરિક તકલીફવાળા લોકો સહેલાઇથી ફોનનો ઉપયોગ કરી શકે એ છે.આથી ગૂગલ કંપની આ એપીઆઇ સંપૂર્ણ પણે બંધ કરી શકે એમ નથી.
જોકે ગૂગલે એેટલું તો સ્પષ્ટ કરી દીધું છેકે, એક્સેસિબિલિટી એપીઆઇ રિમોટ કોલ ઓડિયો રેકોર્ડિંગ માટે ડિઝાઇન કરાયા નથી, અને થર્ડ પાર્ટી એપ્સ એનો ઉપયોગ કરી શકશે નહિ. આ પ્રતિબંધનો અમલ આવતીકાલ તા.૧૧મે ૨૦૨૨થી શરૂ થશે.અલબત્ત, એ જોવાનું રહેશે કે ગૂગલ કોલ રેકોર્ડ કરતી થર્ડ પાર્ટી એપને એક સાથે દૂર કરશે કે પછી ફક્ત એમના દ્વારા થતું રેકોર્ડિંગ બંધ કરશે.

