PM મોદી આજથી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે.ક્વાડ,કોવિડ ગ્લોબલ સમિટમાં આપશે હાજરી.આજે અમેરિકા પ્રવાસ પહોલા PM મોદીએ ખાસ સંદેશ પાઠવ્યો છે.તેમણે તેમના સંદેશમાં સમગ્ર કાર્યક્રમની જાણકારી આપી છે. PM મોદીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવે છે.પ્રવાસ દરમિયાન PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધશે.આવતીકાલે કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. 24 સપ્ટેમ્બર રાષ્ટ્રપતિ બાઈડેન સાથે મુલાકાત કરશે.દ્વિપક્ષીય વ્યાપાર,સુરક્ષા,ક્લીન એનર્જી મુદે ચર્ચા થશે. આતંકવાદ, અફઘાનિસ્તાન સહિતના મુદ્દે થશે ચર્ચા.
PM મોદીએ કહ્યું કે તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા આતુર છે તેઓ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગની તકો શોધવા માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીતની રાહ જોઈ રહ્યા છે. PM મોદીએ જણાવ્યુ કે ક્વાડ શિખર સંમેલ્લનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશી હિદે સુગા ભાગ લેશે.
આ શિખર સમ્મેલનમાં આ વર્ષે માર્ચમાં થયેલ વર્ચ્યુઅલ સમ્મેલનના પરિણામને આગળ વધારવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર વાતચીત થશે. PM મોદીએ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગાને પણ મળશે.આ બેઠક દરમિયાન,પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં PM સંબોધન કરશે. PMનો અમેરિકા પ્રવાસ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સંબોધન સાથે સમાપ્ત થશે,જેમાં કોવિડ -19 રોગચાળો,આતંકવાદ સામે લડવાની જરૂરિયાત,આબોહવા પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
PM મોદીની યુએસ મુલાકાત અમેરિકા સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા,ભારતીય વ્યૂહાત્મક ભાગીદારો જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સહયોગને આગળ વધારવા માટે એક સારી તક હશે.


