સુરત : સ્વચ્છતા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા લોકો પાસે સુકો અને ભીનો કચરો જુદો જુદો લે છે.આ ઉપરાંત‘પ-આર’ના માધ્યમથી શહેરમાં વેસ્ટ મેનેજમેન્ટ થાય છે.આવતીકાલે દિલ્હીમાં એજન્ડા ઈન્ડિયા સર્કયુલર ઇકોનોમી ફોરમ દ્વારા ઈન્ડિયા હેબીટેટ સેન્ટર ખાતે વિવિધ શહેરના પ્રતિનિધિઓ સાથે પેનલ ડિસ્કશન યોજાશે.સેમિનારમાં સુરત શહેર વતી મેયર હેમાલી બોઘાવાલાને ઈમ્પોર્ટન્સ ઓફ વેસ્ટ મેનેજમેન્ટદ પેનલમાં આમંત્રિત કરાયા છે.આવતીકાલ ગુરૂવારે સુરતના મેયર આ પેનલમાં ભાગ લેશે અને તેમની સાથે આઇસીએસડબલ્યુએમ(ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ)ના ડાયરેક્ટર સત્યેન્દ્ર વૈદ્ય,સિનિયર પોલીસી ઓફિસર તેમજ ઈન્ફ્લુઝીવ સરક્યુલર ઈકોનોમી એક્સપર્ટ યુરોપિયન એન્વાયરમેન્ટ બ્યુરોના પાયોર્ટ બાર્કઝક,ગ્રીન ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર આશિષ સચદેવ,દિલ્હી સાયન્સ એન્ડ ટેકનોલોજી એમ્બેસી ઓફ હન્ગ્રીના કાઉન્સીલર હિલ્ડા ફાર્કસ પણ ભાગ લેશે.
સુરતના મેયર મ્યુનિ.દ્વારા વેસ્ટ સેગ્રીગેશન માટે કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા કરશે.જેમાં ખાસ કરીને સુરતમાં પ-આર(રીફ્યુસ,રીડ્યુસ,રીયુઝ,રી પર્પસ,રીસાયકલ)ના માધ્યમથી કરવામાં આવતી કામગીરી અંગે માહિતી અપાશે.તેમજ વેસ્ટ મેનેજમેન્ટ થકી સુરત મનપાને કેવી રીતે વાર્ષિક ૮૯ કરોડની બચત થાય છે તે અંગે પણ માહિતી આપશે.