– પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે.
ગુજરાતમાં ચૂંટણી સમયે ખરાખરીનો જંગ જામ્યો છે.ગોંડલનાં ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડાના અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે.બંને જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે,તેથી ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા બધા વિસ્તારોમાં કડક બંદોબસ્તની સૂચના આપી છે.
આજે જેતપુર તાલુકા ભાજપ-પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું હાર્ટ-એટેકને લીધે અવસાન થયું છે.જેથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.નોંધનીય છે કે ગત રોજ એટલે કે સોમવારે ભાવનગર કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ અટેકે આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે,જેને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.જેથી આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઇ જશે.
ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પ્રમાણે આજે સાંજે પાંચ વાગ્યા બાદ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં.જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા પક્ષના પ્રચારકના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ રહેશે.પહેલા તબક્કામાં 89 બેઠકો માટે 19 જિલ્લાઓમાં મતદાન યોજાશે.જેમાં ક્ચ્છ,સુરેન્દ્રનગર,મોરબી,રાજકોટ,જામનગર,દેવભૂમિ દ્વારકા,પોરબંદર,ગીર સોમનાથ,જૂનાગઢ,અમરેલી,બોટાદ, ભાવનગર,વલસાડ,નવસારી,ડાંગ,તાપી,સુરત,ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓ સામેલ છે.