By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે બીજું નોરતું : મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પૂજા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આજે બીજું નોરતું : મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પૂજા
GeneralReligious

આજે બીજું નોરતું : મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પૂજા

HM News
Last updated: 16/10/2023 6:21 AM
HM News
2 years ago
Share
SHARE

નવરાત્રિના બીજા દિવસે પુજિત બ્રહ્મચારિણી આંતરિક જાગરણનું પ્રતિનિધિત્વ કરે છે.મા સૃષ્ટિમાં ઊર્જાના પ્રવાહ,કાર્યકુશળતા અને આંતરિક શક્તિમાં વિસ્તારની જનની છે.બ્રહ્મચારિણી આ લોકના સમસ્ત જગતને વિદ્યા આપે છે.આજે નવરાત્રિના તહેવારનો બીજો દિવસ છે.આજે 16 ઓક્ટોબરના રોજ બીજા નોરતે દુર્ગા માતાની મા બ્રહ્મચારિણીના રૂપમાં પૂજા કરવામાં આવે છે.બ્રહ્મચારિણી નામમાં જ તેમની શક્તિઓનું વર્ણન મળી જાય છે.બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી.તપનું આચરણ કરનાર શક્તિને આપણે વારંવાર નમન કરીએ છીએ. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી તપ,ત્યાગ,સંયમ,સદાચારમાં વધારો થાય છે.જીવનના કઠિનથી કઠિન સમયમાં માણસો પોતાના પથથી વિચલિત થતા નથી.

આવું છે માનું સ્વરૂપ

નવરાત્રિના બીજા દિવસે પુજિત બ્રહ્મચારિણી આંતરિક જાગરણનું પ્રતિનિધિત્વ કરે છે.મા સૃષ્ટિમાં ઊર્જાના પ્રવાહ,કાર્યકુશળતા અને આંતરિક શક્તિમાં વિસ્તારની જનની છે.બ્રહ્મચારિણી આ લોકના સમસ્ત જગતને વિદ્યા આપે છે.તેનું સ્વરૂપ શ્વેત વસ્ત્રોમાં લપેટાયેલી કન્યાના રૂપમાં છે.જેના એક હાથમાં અષ્ટદળની માળા અને બીજામાં કમંડળ છે.તે અક્ષયમાળા અને કમંડળ ધારિણી છે.બ્રહ્મચારિણી શાસ્ત્રોના જ્ઞાનને અર્પણ કરનારી છે.ભક્તોને તે પોતાની સંપન્ન વિદ્યા આપીને વિજયી બનાવે છે.બ્રહ્મચારિણીનું સ્વરૂપ ખૂબ જ સાદું અને ભવ્ય છે.અન્ય દેવીઓની તુલનામાં તે અતિ સૌમ્ય,ક્રોધ રહિત અને તુરંત વરદાન આપનારી દેવી છે.

આ છે મા બ્રહ્મચારિણીનો પૂજા મંત્ર
માતા બ્રહ્મચારિણીને તપની દેવી માનવામાં આવે છે. હજારો વર્ષોના કઠિન તપ બાદ માતાનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું.તપસ્યાની આ અવધિમાં તેમણે ઘણા વર્ષો સુધી નિરાહાર વ્રત કર્યું.જેના કારણે દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થયા હતા.શિવજીએ પ્રસન્ન થઇને માતા પાર્વતીનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો.

या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता.
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः..
दधाना कपाभ्यामक्षमालाकमण्डलू.
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा.

दधाना करपद्माभ्याम्, अक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि, ब्रह्मचारिण्यनुत्तमा।।

બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કેવી રીતે કરશો?

બ્રહ્મચારિણી માતાની પૂજા શાસ્ત્રીય વિધિથી કરવામાં આવે છે.સવારે શુભ મુહુર્તમાં મા દુર્ગાની ઉપાસના કરો અને માની પુજામાં પીળા કે સફેદ રંગના વસ્ત્રનો ઉપયોગ કરો.માતાજીને સૌથી પહેલા પંચામૃતથી સ્નાન કરાવો,ત્યારબાદ અક્ષત અને ચંદન અર્પિત કરો.જમણા હાથમાં જળ,અક્ષત,ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ.આહવાન પછી ધૂપ,દીપ,અક્ષત,જળ અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન કરવું.મા બ્રહ્મચારિણીની પુજામાં કમળનો ઉપયોગ કરો.માતાજીને દુધમાંથી બનેલી ચીજવસ્તુઓનો જ ભોગ લગાવો.આ સાથે મનમાં માતાના મંત્રો લલકારતા રહો.

ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા : વાંચો તિહાર જેલમાં બંધ ગેંગસ્ટરની હત્યાની સનસનીખેજ કહાની
ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત રહી…!!!
વલસાડ આરોગ્ય વિભાગ આંકડા છુપાવતું હોવાની ચર્ચા શા માટે લાગી રહ્યા છે ,આરોપ ?
નરેન્દ્ર મોદી PM બન્યા બાદ મોંઘવારી બની બેકાબુ,સર્વેમાં સામે આવી ચોંકાવનારી બાબત
લવ જેહાદ અંગે મોટા સમાચાર : કાયદાની કેટલીક કલમોની અમલવારી પર હાઈકોર્ટનો મનાઈ હુકમ
Share This Article
Facebook Email Print
Previous Article ઇઝરાયલ ટૂંક સમયમાં જ પ્રચંડ ભૂમિદળ હુમલો કરશે
Next Article નવરાત્રી : સુરતના અંબાજી મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up