– ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,કેરળ,બંગાળ,ત્રિપુરા અને ઝારખંડની બેઠકો સામેલ
– લોકસભા ચૂંટણી પહેલા આ પેટાચૂંટણીને NDA તથા INDIA ગઠબંધન માટે મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે
દેશના છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 5 સપ્ટેમ્બરે યોજાયેલી પેટાચુંટણીના પરિણામો આજે જાહેર કરાશે.તેમાં ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,કેરળ,બંગાળ,ત્રિપુરા અને ઝારખંડની બેઠકો સામેલ છે.લોકસભા ચૂંટણી પહેલા આ પેટાચૂંટણીને NDA તથા INDIA ગઠબંધન માટે મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે.
કઈ કઇ બેઠકો પર યોજાઈ છે ચૂંટણી?
છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો માટે 5 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી.આ બેઠકોમાં યુપીની ઘોસી,બંગાળની ધૂપગુરી,કેરળની પુથુપલ્લી,ઝારખંડની ડુમરી,ઉત્તરાખંડની બાગેશ્વર,ત્રિપુરાની ધાનપુર અને બોક્સાનગર બેઠકનો સમાવેશ થાય છે.
બધાની નજર આ બેઠક પર
બધાની નજર ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા સીટ પર છે.અહીંથી ભાજપના દારા સિંહ ચૌહાણ અને સપાના સુધાકર સિંહ વચ્ચે મુકાબલો છે.ઘોસી બેઠક માઉ જિલ્લા હેઠળ આવે છે.