– બાયડેન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કોન્વેન્શન સેન્ટરમાં યોજાનાર 18મી G20 સમિટમાં ભાગ લેશે
– PM મોદી સાથે આ દરમિયાન તેમની G20 એજન્ડા, ખાસ કરીને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા થવાની આશા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન G20 summit માં ભાગ લેવા માટે ભારત રવાના થયા હતા.બાયડેન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કોન્વેન્શન સેન્ટરમાં યોજાનાર 18મી G20 સમિટમાં ભાગ લેશે.
PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા
શુક્રવારથી શરૂ થનાર મુલાકાતમાં બાયડેનનો ત્રણ દિવસનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત રહેશે.અમેરિકાથી પ્રસ્થાન બાદ તે શુક્રવારે થોડા સમય માટે જર્મનીના રામસ્ટીન જશે અને એ જ દિવસે નવી દિલ્હી આવશે.વ્હાઈટ હાઉસના અહેવાલ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ આજે જ વડાપ્રધાન મોદી સાથે યોજાનાર દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. PM મોદી સાથે આ દરમિયાન તેમની G20 એજન્ડા,ખાસ કરીને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા થવાની આશા છે.અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને બાયડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં GE જેટ એન્જિન અને નાગરિક પરમાણુ ટેક્નોલોજી પર સાર્થક પ્રગતિ જોવા મળશે તેવી આશા છે.
ડીનર અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે
શનિવારે બાયડેન વડાપ્રધાન મોદી સાથે સત્તાવાર બેઠક કરશે.તેના પછી રાષ્ટ્રપતિ G20 સમિટના સેશન 1 એક પૃથ્વીમાં ભાગ લેશે. G20 નેતાઓના શિખર સંમેલન સેશન 2 G20નો એક પરિવારમાં ભાગ લેવાના છે.બાયડેન પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.તેમનો દિવસ G20 નેતાઓ સાથે ડીનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.