By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસીની સજા, જાણો કોણ છે એ શબનમ અને શું હતો તેનો ગુનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસીની સજા, જાણો કોણ છે એ શબનમ અને શું હતો તેનો ગુનો
GeneralNational

આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસીની સજા, જાણો કોણ છે એ શબનમ અને શું હતો તેનો ગુનો

HM News
Last updated: 17/02/2021 8:02 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતને આઝાદી મળ્યા પછી દેશના ઇતિહાસમાં પહેલીવાર મહિલાને તેના અપરાધિક ગુનાબદલ ફાંસીની સજા આપવામાં આવશે.તેના માટે મથુરાની જેલમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.અમરોહાની રહેનારી શબનમને ઉત્તર પ્રદેશ સ્થિત મથુરામાં એકમાત્ર મહિલા ફાંસીઘરના મકાનમાં ફાંસી આપવાની છે.ફાંસીની તારીખ નક્કી નથી પરંતુ માનવામાં આવે છે કે મેરઠનો પવન જલ્લાદ તેને ફાંસી આપશે. પવન પણ બે વાર ફાંસીઘરની મુલાકાત લઈ ચૂક્યો છે.એપ્રિલ 2008 માં,શબનમે તેના પ્રેમી સાથે મળીને તેના કુટુંબના સાત સભ્યોની કુહાડી વડે ઘાતકી હત્યા કરી હતી.

ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે

આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમની ફાંસીની સજાને યથાવત રાખી હતી.રાષ્ટ્રપતિએ પણ તેની દયા અરજીને ફગાવી દીધી છે.તો આઝાદી બાદ શબનમ ફાંસી પર લટકાવવામાં આવનારી પહેલી મહિલા કેદી હશે.શબનમે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા અને દસ મહિનાના માસૂમ ભત્રીજા સહિત સાત લોકોની કુહાડી વડે હત્યા કરી હતી.મથુરા જેલમાં, 150 વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવાયું હતું. પરંતુ આઝાદી પછી કોઈ પણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શૈલેન્દ્રકુમાર મૈત્રેયએ જણાવ્યું હતું કે હજી સુધી ફાંસીની તારીખ નક્કી નથી,પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે.ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે.

10 મહિનાના ભત્રીજાની પણ ગળું દબાવી હત્યા કરાઈ હતી

અમરોહાની શબનમના પરિવારમાં શિક્ષક પિતા શૌકત અલી, માતા હાશ્મી, ભાઈ અનીસ, રાશિદ, ભાભી અંજુમ અને દસ મહિનાના ભત્રીજા અર્શનો સમાવેશ થાય છે.શબનમ અને ગામના આઠમું પાસના યુવક સલીમ વચ્ચે પ્રેમ સંબંધ હતો,જે તેના પિતાને પસંદ નહોતું.બંને લગ્ન કરવા માગતા હતા પરંતુ શબનમ સૈફી અને સલીમ પઠાણ બિરાદરોમાંથી હતા. ઓછા શિક્ષિત અને પછી બીજા સમુદાયના યુવકને કારણે શબનમના પરિવારે લગ્ન કરવાની ના પાડી હતી.

પરિવારને ઊંઘની ગોળીઓ આપીને કરી હતી હત્યા

આ પછી, સલીમને મળવા માટે શબનમે આખા પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવવા લાગી. પરિવાર સૂઈ જાય ત્યારે સલીમ ઘરની છત પરથી રોજ મળવા રોજ આવતો હતો.જો કે,આ બંનેએ ફરીથી એક નિર્ણય લીધો જે ચોંકાવનારો છે. 14 એપ્રિલ, 2008 ની રાત્રે,શબનમે પ્રેમી સલીમને ઘરે આમંત્રણ આપ્યું અને પરિવારને સૂવાની ગોળીઓ આપીને સૂઈ ગઈ.રાત્રે શબનમ અને સલીમે સૂતેલા પિતા શૌકત,માતા હાશ્મી,ભાઈ અનીસ,રાશિદ,ભાભી અંજુમ,ફોઈની દિકરી બહેન રાબિયા અને દસ મહિનાના ભત્રીજા અર્શને નશામાં રાખીને ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઈન્ટર્નની રીમેકમાં દીપિકાને સ્થાને પરિણિતીની વિચારણા
શ્રીલંકામાં કટોકટી : દેખાવો હિંસક બનતા સૈન્યને છૂટો દોર, એકનું મોત
પાકિસ્તાનમાં લઘુમતીઓને ઘરોમાં કેદ કરાયા : હિન્દૂ , ઈસાઈ અને શીખોને મારી નાંખવાનો પ્લાન
ભાજપે શહેરોમાં મોટો ખેલ પાડ્યો – સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સ્થાનિક ચૂંટણીઓ થશે
CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે
Share This Article
Facebook Email Print
Previous Article ઈન્ટરનેટને મૌલિક અધિકારની શ્રેણીમાં રાખવાની માંગ કરતી અરજી પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી
Next Article પૂજા ચવાણ કેસ : શિવસેનાના પ્રધાને CMને રાજીનામું આપ્યું?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up