આટલી ઝડપે પ્રેમ પણ બદલાય : વ્હોટ્સ અપ પર ચૈટીંગ કરીને દોસ્તી કરી નાના ભાઈ સાથે, હવે લગ્ન મોટા ભાઈ સાથે

HM News
2 Min Read

પ્રેમ આંધળો હોય છે તે સાંભળ્યું તો હતું પણ પ્રેમ આટલો જલ્દી બદલાઈ શકે છે તે કિસ્સો યુપીના શાહજહાંપુરના પરોલી ગામમાં સાચો થયો છે.એક યુવતી પોતાના પ્રેમીને ત્યાં પહોંચી જ્યારે તેની ઉંમર ઓછી નીકળી તો તેના મોટા ભાઈ સાથે લગ્ન કરવાની જીદ કરી.આ સમગ્ર કિસ્સોમાં ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે આખો મુદ્દો

શાહજહાંપુર નિવાસી યુવતી એલએલબીની ચોથા સેમેસ્ટરની વિદ્યાર્થીની છે.તેની માંનુ મોત નવ વર્ષ પહેલા થઈ ચુક્યું છે.પિતાએ બીજા લગ્ન કરી લીધા છે.સોતેલી માં તેને ત્રાસ આપી રહી છે.બે મહિના પૂર્વે તેણે એક નવેમ્બર ઉપર વ્હોટ્સ મેસેજ કર્યો.આ નંબર પરૌલી ગામના અમિત કુરીલનો છે.અમિતે મેસેજનો રિપ્લાઈ આપ્યો.તે બાદ મેસેજનું આદાન પ્રદાન થતા બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.બંને વચ્ચે પ્રેમ સંબંધ સુધી વાત પહોંચી ગઈ.યુવતી 25 ઓગષ્ટના રોજ શાહજહાંપુરથી પગપાળા ચાલીને પોતાના પ્રેમીના ઘર તરફ ચાલી નીકળી.

10 કિલોમીટર બાદ મળી મદદ

યુવતી 10 કિલોમીટર સુધી પગપાળા ચાલી હતી.તે દરમયાન તેને એક રાહદારી મળ્યો.તેને પોતાના ઘરમાં આ છોકરીને રાખી અને 26 ઓગષ્ટના રોજ જ્યારે યુવતી ત્યાંથી ચાલી નીકળી. તો એણે બસ્સો રૂપિયા આપ્યાં.યુવતીએ 163 રૂપિયાની બસની ટીકીટ ખરીદી અને કાનપુર આવી ગઈ.ત્યાં નજીકમાં આવેલા નૌબસ્તા વિસ્તારમાં ઉતરી અને ત્યાંથી તે પગપાળા ચાલીને ઘર સુધી પહોંચી.

ઘરે નહીં જાય

અમિતના ઘરે પહોંચ્યા બાદ તેના પરિવારજનોને યુવતીએ પોતાની આપવીતિ સંભશાવી,આખી વાક સાંભળ્યાં બાદ અમિતના પરિવારજનોએ તેને જાણકારી આપી કે તેની ઉંમર નાની છે. તે બાદ યુવતીની નજર તેના મોટા ભાઈ રાજેશ ઉપર પડી.યુવતીએ પરિવારજનોને કહ્યું કે,તે રાજેશ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. પરંતુ ઘરે જવા માંગતી નથી.યુવતીની હાલત જોઈ અને આપવીતિ સાંભળીને અમિતના પરિવારજનોનું દીલ પણ પીગળી ગયું અને રાજેશ સાથે તેના લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયાં.યુવતી પોતાની સોતેલી માંથી એટલી પરેશાન થઈ ચુકી હતી કે તેણે રાજેશ સાથે લગ્ન કરવા માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. તો અમિતના પરિવારજોનેએ યુવતીના ઘરનાઓને સુચના આપી પણ તે તેણે લઈ જવા માટે રાજી ન હતાં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *