નવી દિલ્હી, તા.૧ : દેશમાં સતત ત્રીજા મહિને કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં વધારો થતાં કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ સરકાર પર પસ્તાળ પાડી હતી અને આ ભાવવધારો પાછો ખેંચવા હાકલ કરી હતી.એઆઈસીસીના મુખ્યાલય પર કોંગ્રેસ નેતા અલકા લાંબાએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનામાં કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૧૮.૫૦નો વધારો કરાયો છે.સરકાર મોંઘવારી, બેરોજગારી સહિતના વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે વાળવાનો પ્રયાસ કરી રહી છે.સરકાર પર હુમલો કરતાં લામ્બાએ કહ્યું કે, ૧લી માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૫, ૧લી એપ્રિલે રૂ. ૨૫૦નો વધારો કરાયો હતો અને હવે ફરી રૂ. ૧૦૨.૫૦નો ભાવવધારો થયો છે.છેલ્લા આઠ મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૧૮.૫૦નો વધારો કરવામાં આવ્યો છે.સરકાર ભાવવધારા સાથે ગરીબો અને નોકરિયાત વર્ગ પર વધારાનો બોજ નાંખી રહી છે.