આણંદ : ગુજરાતના આણંદ જિલ્લામાં પત્નીના ચરિત્ર પર શંકા કરી યુવકે પોતાની પાંચ વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી.પોલીસે ઘટનાના થોડા કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી છે.પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે લગ્ન પહેલાં તેની પત્નીને એક યુવક સાથે પ્રેમ હતો.તેની પહેલી પુત્રી તેના પ્રેમીથી થઇ છે.પત્ની સાથે ઝઘડો થતો હતો તો તે પણ આ વાતને લઇને મેણા મારતી હતી.એટલા માટે તેણે પરેશાન થઇને પુત્રીનું ગળું દબાણીને મોતને ઘાટ ઉતારી દીધી.
મળતી માહિતી અનુસાર આઘટના અંકલાવ તાલુકાના મુજકુવા ગામની છે.ઉપ નિરીક્ષક પીકે સોઢાએ જણાવ્યું કે અંકલવ તાલુકા પોલીસે 23 વર્ષીય શૈલેષ પઢિયારની ધરપકડ કરી લીધી છે.તે ખેડૂત છે.તેણે મુજકુવા ગામમાં પોતાના ઘરની નજીક જ એક ખેતરમાં પુત્રીની કથિત કરી ગળું દબાવીને હત્યા કરી દીધી છે.તેમણે જણાવ્યું કે તે તપાસ દરમિયાન આ ખુલાસો થયો કે વ્યક્તિ પોતાને પત્ની સાથે સતત ઝઘડતો હતો અને તેને શંકા હતી કે તેની પત્નીને અફેર છે અને આ બાળકી તેની નથી.
અધિકારી જણાવ્યું કે ”26 જાન્યુઆરીના રોજ શૈલેષએ પોલીસ પાસે જઇને દાવો કરોય કે કોઇએ ગળું દબાવીને તેની પુત્રીની હત્યા કરી દીધી છે. જોકે પોલેસને શંકા જતાં પૂછપરછ દરમિયાન વ્યક્તિએ રડતાં રડતાં ગુનો સ્વિકાર કરી લીધો.પોલીસે જણાવ્યું કે શૈલેષ બાળકીને ખેતરમાં લઇ ગયો અને ત્યાં ગળું દબાવીને તેની હત્યા કરી દીધી.ત્યારબાદ તે ઘરે પરત ફર્યો અને બાળકીને શોધવા લાગ્યો હતો.


