By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આત્મનિર્ભર ચોર ઝડપાયો : પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > આત્મનિર્ભર ચોર ઝડપાયો : પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી…
GandhinagarGeneral

આત્મનિર્ભર ચોર ઝડપાયો : પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી…

HM News
Last updated: 31/05/2021 7:00 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : કોરોના મહામારીમાં પોલીસને સોંપવામાં આવતી કામગીરી પણ ક્યારેક ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે છે.આવા જ એક ગુનો ભેદ ઉકેલવામાં માણસા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ અને વાહન ચેકિંગ દરમિયાન 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી.

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે સંતોષ રાવળ,આરોપી સંતોષ રાવળ પર લાગ્યો છે બનાવટી ચલણી નોટો હેરાફેરી કરવાનો આરોપ.ગાંધીનગરની માણસા પોલીસ રાત્રી દરમ્યાન વાહન ચેકિંગમાં હતી,ત્યારે અમદાવાદ પાર્સિંગ એક ટુ વ્હીલર રાત્રી કર્ફ્યુ દરમિયાન પસાર થતા પોલીસે તેને ઊભો રાખી ચેક કરતા તેના થેલામાંથી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા.બાદમાં પોલીસને મોટી માત્રામાં મળેલી નોટો અંગે શંકા જતા તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી.જૉકે આ ચલણી નોટોના સિરીઝ નંબર એક જ ક્રમાંકમાં હોવાનું સામે આવતા પોલીસે FSL અને બેંકના અધિકારીઓ પાસે ચેક કરાવતા નોટો બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું.

માણસા પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સંતોષ રાવળે કબૂલ્યું હતું કે આ બનાવટી ચલણી નોટો પોતાના જ ઘરે પ્રિન્ટિંગ મશીનમાં આપેલી છે.અને આ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બનાવટી ચલણી નોટો છાપવાનો પ્રયોગ કર્યો હતો. એટલું જ નહીં અગાઉ પણ આરોપી સંતોષ રાવળ અગાઉ કલોલ,ડભોડા અને ઇન્ફોસિટી પોલીસના ચોપડે પણ આરોપી નોંધાઈ ચૂક્યો છે.

હાલ તો પોલીસે આરોપી સંતોષ પાસેથી ગુનામાં વપરાયેલી ટુ વ્હીલર મોબાઈલ અને 30 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો કબજે કરી છે.જેમાંથી 2હજારના દરની 1137, 500ના દરની 1204 અને 100ના દરની 1240 જેટલી નોટો કબજે કરવામાં આવી છે.ત્યારે મહત્વનું છે કે પોલીસ આરોપી રિમાન્ડ મેળવી તે અંગે પણ પૂછપરછ કરશે કે અગાઉ તેની આવી બનાવટી ચલણી નોટો કોને કોને કેટલી માત્રામાં વેચી છે અને તેનો શું ઉપયોગ કર્યો હતો.

ભાજપમા નવાજૂનીના એંધાણ? નારાજ નીતિન પટેલ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા
સુરતમાં ઉધાર લીધેલા પૈસા ન ચુકવાતા પરિણીતાને નોટિસ
બાયોમેડિકલ કચરાના નિકાલ માટે CPCBના નિયમોનું પાલન કરવું જરૂરી : હાઈ કોર્ટ
દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા
12 વર્ષમાં પ્રથમવાર કોર્પોરેટ કરતા ઈન્કમટેકસ વસુલાત વધુ
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની હૈયાધારણ, કહ્યું- આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની આશા
Next Article ઓસ્ટ્રિયાના નેશનલ મેપ ઓફ ઇસ્લામનો વિવાદ ભડક્યો, તુર્કીનો આક્રમક વિરોધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up