નવી િદલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી સૈન્ય યોજના અમલી કરવા જઈ રહી છે.આ યોજના અંતર્ગત ભારતીય વાયુસેના 114 ફાયટર જેટ વિમાન ખરીદવામાં આવશે.જેમાંથી 96નું નિર્માણ ભારતમાં થશે,જ્યારે બાકીના 18 વિદેશી વિક્રેતા પાસેથી આયાત કરવામાં આવશે.ભારતીય વાયુસેના બાય ગ્લોબલ એન્ડ મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ 114 મલ્ટીરોલ ફાયટર એરક્રાફ્ટ પ્રાપ્ત કરવાની યોજના છે,જે અંતર્ગત ભારતીય કંપનીઓને એક વિદેશી વિક્રેતા સાથે ભાગીદારી કરવાની મંજૂરી મળશે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું કે તાજેતરમાં ભારતીય વાયુસેનાએ વિદેશી વિક્રેતાઓ સાથે બેઠક કરી અને તેમને મેક ઈન ઈન્ડિયા યોજનાને અમલી કરવાની રીત અંગે પૂછવામાં આવ્યું.આ યોજના મુજબ આરંભમાં 18 વિમાનોની આયાત બાદ બાકીના 36 વિમાનોનું નિર્માણ દેશની અંદર કરાશે અને તેનું ચૂકવણું આંશિક રીતે વિદેશ મુદ્રા અ ભારતીય મુદ્રામાં કરવામાં આવશે.સૂત્રોએ કહ્યું કે છેલ્લા 60 વિમાન ભારતીય ભાગીદારની મુખ્ય જવાબદારી રહેશે અ સરકાર ફક્ત ભારતીય મુદ્રામાં ચૂકવણું કરશે.સૂત્રોએ એમ પણ કહ્યું કે ભારતીય મુદ્રામાં ચૂકવણીથી વિક્રેતાઓના યોજનામાં 60 ટકાથી વધુ મેક ઈન ઈન્ડિયા સામગ્રી હાંસલ કરવામાં મદદ મળશે.બોઇંગ,લોકહીડ,માર્ટિન,સાબ,મિગ,ઇરકુત કોર્પોરેશન અને દસોલ્ટ એવિએશન સહિત વિશ્વની ટોચની વિમાન નિર્માણ કરતી કંપનીઓ ટેન્ડરમાં ભાગ લે તેવી આશા છે.