ગાંધીનગર, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : પોલીસ ખાતામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો વધ્યા છે ત્યારે ગૃહ વિભાગ આ મામલે હવે ઢીલ મૂકવા માંગતુ ન હોય તેવું લાગી રહ્યું છે.આત્મહત્યાના બનાવો ન બને તે માટે ગૃહ વિભાગ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ ગૃહવિભાગ દ્વારા તણાવમાં રહેતા પોલીસકર્મીઓની એક યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.આ યાદી તૈયાર કર્યા બાદ તણાવમાં રહેતા પોલીસકર્મીઓને તણાવમુક્ત કરવા માટે અલગ અલગ સેશન રાખી તેમણે તણાવમૂકત્ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
વધુમાં ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે ગાર્ડઝ અને કમાન્ડોની પણ બદલી કરવામાં આવશે જેથી એક જ જગ્યાએ રહીને પણ તણાવ અનુભવતા કર્મીઓને લાભ થશે.કાયદો અને વ્યવસ્થાના ADGP નરસિંહા કોમારે રાજ્યના તમામ પોલીસ વડા અને IG ને પત્ર લખી તણાવ અને ડિપ્રેશનમાં રહેતા પોલીસકર્મીઓની યાદી માંગવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયમાં પોલીસ ખાતામાં આત્મહત્યાના અનેક બનાવો બનતા ગૃહ વિભાગે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તણાવમાં રહેતા પોલિસ કર્મીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે બાદમાં જરૂરિયાત પ્રમાણે જે તે પોલીસ કર્મીને તણાવમુક્ત કરવા માટે અલગ અલગ સેશન મારફતે તેમણે તણાવમુક્ત કરવા પ્રયત્ન કરવામાં આવશે.