અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર પાસેના સમર્પણ ટાવરના પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા,જ્યાં તેમનું મોત થયું હતું. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉં.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી પોતાને સળગાવી નીચે કૂદકો માર્યો હતો.પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે.ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.


