By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આદિવાસી મહિલાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દીધી, ભાજપના આગેવાને મહિલાને સળગાવી દેવા ધમકી આપી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આદિવાસી મહિલાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દીધી, ભાજપના આગેવાને મહિલાને સળગાવી દેવા ધમકી આપી
GeneralSouth Gujarat

આદિવાસી મહિલાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દીધી, ભાજપના આગેવાને મહિલાને સળગાવી દેવા ધમકી આપી

HM News
Last updated: 04/01/2021 7:38 AM
HM News
4 years ago
Share
SHARE

– પુત્રના જન્મ બાદ આરોપીનો ભાંડો ફૂટ્યો

સોનગઢ : સોનગઢ તાલુકાના એક ગામની આદિવાસી મહિલા સાથે વ્યારા સ્ટેશન પાસે રહેતા એક મુસ્લિમ યુવકે પોતે કોકણી સમાજનો છે અને કુંવારો છે એવો વિશ્વાસ ઉભો કરી મહિલા સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી એને માતા બનાવી દીધી હતી.બાદમાં આ મહિલાને આરોપીએ તરછોડી દેતા સોનગઢ પોલીસ મથકે આરોપી યુવક અને મદદગારી કરનાર વ્યારાના ભાજપ અગ્રણી સામે ગુનો દાખલ થયો હતો.

વ્યારા ખાતે રેલવે સ્ટેશન નજીક આવેલા ફળિયામાં રહેતો નઝીર ગનીભાઈ સૈયદ(43) પોતે પરણિત છે અને કુટુંબ પરિવાર સાથે રહે છે.નઝીર સૈયદના પરિચયમાં સોનગઢ તાલુકાના એક ગામ ની 29 વર્ષીય આદિવાસી મહિલા સંપર્કમાં આવી હતી અને એમની વચ્ચે પરિચય વધ્યો હતો.દરમિયાન નઝીરે મહિલા સાથે પોતે આદિવાસી કુકણા સમાજનો છે એવો વિશ્વાસ કેળવ્યો હતો અને હું તારી સાથે જ લગ્ન પણ કરવાનો છું એવો ભરોસો પણ આપ્યો હતો.બાદમાં નઝીરે મહિલા સાથે મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સબંધ પણ બાંધ્યા હતા,જેને પરિણામે મહિલા એક પુત્રની માતા પણ બની હતી. જો કે બાદમાં મહિલાએ આરોપીને લગ્ન કરી લેવાનું દબાણ કરતા આરોપી પરણિત હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

મહિલાએ આરોપીને આપેલ 40,000 રૂપિયાની પણ ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા કરતો હતો.દરમિયાન આરોપીના મિત્ર અને વ્યારા ભાજપના આગેવાન એવા નિલેશ લુહારે પણ મહિલા ને જણાવ્યું કે તું આદિવાસી સમાજની છે અને આ લોકોના સમાજમાં તારાથી બેસી ન શકાય તથા નઝીર તારી સાથે લગ્ન નથી કરવાનો એમ કહી મહિલાને જીવતી સળગાવી દેવા ધમકી આપી હતી. આમ આ પ્રકરણમાં આદિવાસી મહિલાએ આરોપી નઝીર ગની સૈયદ અને નિલેશ લુહાર બંને રહે.વ્યારા સામે સોનગઢ પોલીસ મથકે છેતરપિંડી,દુષ્કર્મ અને અટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ મહિલા અને તેની માતા પાસે 40,000 પણ પડાવી લીધા હતા

આ મહિલા સાથે પરિચય દરમિયાન આરોપીએ પોતાની આર્થિક મુશ્કેલી વર્ણવી મહિલા અને તેની માતા પાસે પરત કરવાની શરતે રોકડા 40,000 રૂપિયા પણ પડાવી લીધા હતા.આ રૂપિયા આરોપી પાસે મહિલા દ્વારા પરત માંગવામાં આવતા આરોપીએ તેને ધમકી આપી હતી અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા.

આરોપીઓ સામે કડક પગલાં ભરવા માંગ

સોનગઢ |વીએચપીએ મામલતદાર સોનગઢને આપેલા આવેદનરમાં જણાવ્યાનુસાર આદિવાસી જિલ્લામાં કેટલાક મુસ્લિમ યુવકો હિન્દુ હોવાનો ડોળ કરી આદિવાસી યુવતીને ફસાવતા હોય છે અને બાદમાં એમનું શારિરીક શોષણ કરી તરછોડી દેતા હોય છે.સોનગઢની યુવતીને ફસાવનાર નઝીર ગની સૈયદ અને તેને મદદ કરનાર નિલેશ લુહારની પોલીસ તાકીદે ધરપકડ કરેે અને એમની સામે લવ જેહાદ સંદર્ભે કાયદા અનુસાર કામ ચલાવવામાં આવે અને કડક સજા ફટકારે તેવી માંગણી કરી હતી.

અમેરિકન અખબારના સનસનીખેજ રિપોર્ટ બાદ ફેસબુક ઇન્ડિયાની પૉલિસી ડાયરેકટરને ધમકી મળી
સુરતના ટ્રાફિક ACPને CR પાટીલના માસ્ક વગરના ફોટા શેર કરવાનું ભારે પડ્યું
PEPL દ્વારા 1 કરોડના ખર્ચે 18000 અનાજની કીટ તૈયાર કરાય
વલસાડ શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર
લોકડાઉન ક્યારે ખુલશે ? તેની ચર્ચા વચ્ચે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ૧ જુનથી શરૂ થતી ફ્લાઇટો માટે બુકીંગનો પ્રારંભ
Share This Article
Facebook Email Print
Previous Article તાપી ACBએ 2020માં 9 લાંચિયા અધિકારીઓને ઝડપ્યા
Next Article ઉચ્છલ પંચાયતની માહિતી છુપાવતા ઉપવાસ પર ઉતરવાની ચીમકી અપાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up