By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આપણે કાયદાવિહીન સ્થિતિમાં જીવી રહ્યા છીએ: ગુજરાત હાઈકોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આપણે કાયદાવિહીન સ્થિતિમાં જીવી રહ્યા છીએ: ગુજરાત હાઈકોર્ટ
AhmedabadGeneral

આપણે કાયદાવિહીન સ્થિતિમાં જીવી રહ્યા છીએ: ગુજરાત હાઈકોર્ટ

HM News
Last updated: 23/09/2021 8:08 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં લેન્ડટ્રોલીંગ એકટથી લઈને ‘પાસા’ના કાનુન સહિતના સતત દૂર ઉપયોગ અને કોરોના કામમાં રેમડેસીવીરના કાળાબજાર મુદે પણ મોટા માથાને છાવરીને નાના તબીબો પર કેસ કરી ધરપકડ કરવા સહિતના રાજય સરકારના વલણ સામે અનેક વખત આક્રોશ વ્યક્ત કરી ચુકેલી ગુજરાત હાઈકોર્ટે તાલુકા પંચાયતની ચુંટણીના કલાકો પુર્વે જ એક રાજનેતાની છેક 2012ના એક કેસમાં કરાયેલી ધરપકડ મુદે આક્રોશ વ્યક્ત કરતા રાજયમાં કાયદા વિહીન સ્થિતિ બની રહી હોવાની આકરી ટકોર કરી હતી.

મહેસાણા જીલ્લાના સતલાસણામાં તાલુકા પંચાયતની ચૂંટણીના 15 મીનીટ પુર્વે જ પોલીસે વસંતભાઈ જોષી નામના કોંગ્રેસના એક સભ્યની 2012ના એક જૂના કેસમાં ધરપકડ કરી હતી જેથી તેઓ મતદાન કરી શકે નહી અને સતા ભાજપને મળે તેમ હતી.તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી માટે મતદાન પુર્વે આ સ્થિતિ સર્જાઈ હતી.આ કેસમાં એફઆઈઆર પણ ચૂંટણીના એક દિવસ અગાઉ નોંધવામાં આવી હતી.તાલુકા પંચાયતમાં કોંગ્રેસના આઠ સભ્યો હતા અને ભાજપના સાત સભ્યો હતા તેથી સતા કોંગ્રેસના હાથમાં જવાની શકયતા હતી પણ મતદાન કરવા જઈ રહેલા જોષીને પોલીસે બુથ સુધી પહોચવા દીધા નહી અને જેલહવાલે કર્યા હતા. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી રીટમાં જસ્ટીસ જે.બી.પારડીવાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે દેશમાં કાયદા જેવી પણ કોઈ ચીજ હોય છે પણ આપણે વર્તમાન સમયમાં કાનુની સ્થિતિ વગર જ જીવી રહ્યા છીએ.આજે હું સલામત નથી.તેમાં (ફરિયાદી) સલામત નથી અને મારી બાજુમાં બેસેલા મારા સાથી ન્યાયમૂર્તિ બહેન વી.ડી.નાણાવટી પણ સલામત નથી.કોઈ સલામત નથી તેથીજ આ રીટ સમયે સાંભળી રહ્યા છીએ.

ધરપકડ બાદ તાલુકા પંચાયતના સભ્ય જોષીએ આ મુદો ચુંટણી અધિકારી તથા અન્ય ચુંટણી પંચ સમક્ષ પણ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ પ્રતિસાદ ન મળ્યો. અદાલતે તેના પર ટીપ્પણી કરતા કહ્યું કે આ એક ષડયંત્ર જ હતું જેમાં સૌ સંડોવાયેલા છે.પોલીસે તેનો અમલ કર્યો.કારણ કે તાલુકા પંચાયતના સભ્યને મતદાન કરતા અટકાવવાના હતા. ખરેખર ચુંટણી રદ થવી જોઈએ અને ફરી યોજાવી જોઈએ પણ અમો તેમ કરશું તો તેઓ બીજા કોઈકને ઉઠાવી લેશે.

સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન કર્યા રદ, એક અઠવાડિયામાં સરેન્ડર કરવા આદેશ
રાજકોટમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપી નેતાનું નામ નીકળ્યું
ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો
રૂ.8 લાખની કારલોનના હપ્તા ચૂકવવા રત્નકલાકારે જવેલરી શોપમાં ચોરીનો પ્રયાસ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને CAના આશ્રયસ્થાનો પર પોલીસના દરોડા
Next Article અયોધ્યામાં આ વખતે ખાસ રહેશે દિવાળી: 500 ડ્રોનની મદદથી આકાશમાં દેખાશે ભગવાન રામની જીવનગાથા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up