કલકત્તા, તા. 25. માર્ચ : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વિવાદિત નિવેદનો પણ અપાઈ રહ્યા છે.આવા જ એક કિસ્સામાં ટીએમસીના નેતા શેખ આલમે ભાગલાવાદી નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.
શેખ આલમે કહ્યુ હતુ કે,આપણે 30 ટકા લઘુમતી છે અને તેઓ 70 ટકા છે.જો આખા ભારતમાં આપણે 30 ટકા લોકો ભેગા થઈ જઈએ તો એક નહીં ચાર-ચાર પાકિસ્તાન બનાવી શકીએ તેમ છે.એ પછી આ 70 ટકા લોકો ક્યાં જશે તે જોઈશું
દરમિયાન ભાજપના પ્રવક્તા અમિત માલવિયે આ નિવેદનને સોશિયલ મીડિયા પર વહેતુ કર્યુ છે અને સાથે કહ્યુ હતુ કે, ચૂંટણી સભામાં શેખ આલમે જે નિવેદન આપ્યુ છે તેનુ મમતા બેનરજી સમર્થન કરે છે, શું આપણને શેખ આલમ કહે છે તેવા બંગાળની જરુર છે? અહીં યાદ અપાવવુ રહ્યુ કે, ગત વિધાનસભા ચૂંટણી વખતે પણ ટીએમસીના નેતા અને મમતા સરકારમાં મંત્રી ફિરહાદ હકીમે કલકતાના ગાર્ડન રીચ વિસ્તારને મિનિ પાકિસ્તાન ગણાવ્યો હતો અને તે પણ પાકિસ્તાની પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં.જેના પગલે પણ ભારે બબાલ થઈ હતી.એ પછી પાકિસ્તાની અખબારે આ નિવેદનને પોતાની ઓનલાઈન એડિશનમાં સ્થાન આપ્યુ હતુ.


