– 6 અને 17 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
– 2 દિવસમાં કેજરીવાલ 4 જનસભાઓને સંબોધિત કરશે
– આણંદ ભાવનાગર સહિત જિલ્લામાં કેજરીવાલની જનસભાઓ યોજાશે
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવાર બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.મિશન 2022ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે.અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.કેજરીવાલ આવનારી 16 અને 17 ઓક્ટોમ્બરે ગુજરાત પ્રવાસે આવશે.અરવિંદ કેજરીવાલ આ પ્રવાસ દરમિયાન જનસભાઓને સંબોધિત કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે.ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે અને ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઇ શકે છે.જેથી દરેક રાજકીય પક્ષો પોતાના મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા રાજકીય પક્ષો વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે.ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ આવનારી 16 અને 17 ઓક્ટોબરના બે દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે.
રાજકીટ પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે.ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે.ત્યારે આ ગતિવિધિને હજી તેજ કરવા માટે અરવિંદ કેજરીવાલ 4 જનસભાઓને સંબોધિત કરશે.તેઓ સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે.તેઓ બે દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે.અરવિંદ કેજરીવાલ ભાવનગર અને આણંદ સહિત ચાર સ્થળે જાહેરસભા યોજશે.
મહત્વનું છે કે, આજે દિલ્હીમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે.આજે ચૂંટણી કમિશન હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની જાહેરાત કરશે.જે પછી ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે.ગુજરાતની ચૂંટણીની જાહેરાત 20થી 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


