આપના MLA ભુપત ભાયાણી હોટલમાં પહોંચ્યા રંગરેલીયા મનાવવા ને રંગમાં ભંગ પાડ્યો પ્રેમિકાના પતિએ : જુઓ વિડીયો

HM News
2 Min Read

ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે ભૂકંપ આવી ગયો છે.આપના ધારાસભ્યને અફેર વાળી યુવતી સાથે હોટલમાં જવું ભારે પડ્યું છે.યુવતી પરણિત હતી અને તેના પતિએ પીછો કરીને ઓયો હોટલમાં રેડ કરતા ધારાસભ્યને મોઢે રૂમાલ બાધી ભાગી જવું પડ્યું હતું.

વાત કરીએ તો સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી સૂરજ નામની એક ઓયો હોટલ માં 800 રૂપિયાના ભાડે રૂમ રાખીને પહોંચેલા ભુપત ભાયાણીએ રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કર્યું અને યુવતી સાથે 50 મિનીટ સુધી એકાંતમાં રહ્યા હતા.પરંતુ આ વાતની જાણ તેના પતિને થઈ જતા તેને મોબાઈલ વીડિયો શરૂ કરીને હોટલ પર રેડ કરી હતી અને પતિ આવી ગયો હોવાનું જાણતા જ ભુપત ભાયાણીએ મોઢે રૂમાલ બાંધીને ચાલતી પકડી હતી.ભુપત ભાયાણીનો વિડિઓ શહેરભરમાં આગની જેમ પ્રસરી રહ્યો છે અને આપ પ્રભાવિત વિસ્તારમાં વિડિઓને લઈને સોશ્યિલ મિડિયામાં લોકો ઠેકડી ઉડાવી મજા લઇ રહ્યા છે.શહેરના રાજકારણમાં આજરોજ એકાએક આ વિડિઓ વાઇરલ થતા આપ વિરોધીઓ ગેલમાં આવી ગયા છે.આમ પણ ગુજરાતમાં કોર્પોરેશનમાં સીટો મેળવ્યા બાદ આપમાં સમયાંતરે વિવાદો સામે આવી રહ્યા છે.કેટલાક કોર્પોરેટર્સ રૂપિયા લઇ ભાજપમાં જોડાઈ ગયા છે તો કેટલાક પોતનાં વિસ્તારમાં દેખાઈ નથી રહ્યા.આ બધા વચ્ચે હવે આપણા ધારાસભ્ય ભુપત ભાયાણીનું અફેર પ્રકરણ બહાર આવતા સનસની મચી છે.

આપ ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા મથી રહ્યું છે અને બીજી તરફ આપના કોર્પોરેટર થી માંડી ધારાસભ્ય વિવાદોમાં સપડાઈ રહ્યા છે ત્યારે પાર્ટીની સ્વચ્છ છબી ખરડાઈ રહી છે અને આગામી લોકસભામાં આ બધા વિવાદોમાં આપનો ગુજરાતમાંથી એકડો પણ નીકળી શકે એવી શક્યતા દેખાઈ રહી છે.વિશ્વ યોગ દિવસે આ કિસ્સો બહાર આવતા લોકો એમ પણ કહી રહ્યા છે કે આપના ધારાસભ્ય હોટેલમાં યોગા કરતા પકડાયા જેને લઇ અનેક આક્ષેપો સોશ્યિલ મીડિયામાં થઇ રહ્યા છે.અત્રે નોંધનીય છે કે ભુપત ભાયાણી વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના આપ પાર્ટીના ધારાસભ્ય છે અને તેમની પ્રેમિકા કે વિડીઓમાં જે યુવતી દેખાઈ છે તે પરણિત છે અને સુરતની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

( નોંધ : હિન્દુસ્તાન મિરર અખબાર અને ન્યૂઝ પોર્ટલ આ વિડિઓ ક્યાંનો છે તે અંગે કોઈ જ પુષ્ટિ કરતું નથી )

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *