ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યાં બીજી બાજુ પક્ષ પલ્ટાની મોસમ ખાલી છે.તાજેતરમાં જ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ આપ પાર્ટીમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં ફરી ઘર વાપસી કરી છે ત્યાં ચૂંટણી પહેલા આપ પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની ચૌદમી યાદી જાહેર કરી છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પાર્ટીના નેતાઓનો પક્ષપલ્ટાની મોસમ પણ ચાલી રહી છે.
ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ પક્ષોના નેતાઓએ ચૂંટણી જીતવા પોતાની તાકાત લગાવી દીધી છે.હવે ધીમે ધીમે તમામ પક્ષો ગુજરાત ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે.જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેઓ નારાજ છે, તેઓ પણ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે જેમાં પ્રથમ તબક્કા સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિમ ગુજરાતની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત- ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.